કોઈ પણ પદાર્થ પરનો વિધુતભાર હંમેશાં $‘\mathrm{e}'$ નો પૂર્ણ ગુણાંક જ હોય છે તેમ શાના પરથી કહી શકાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

જો વિશ્વમાં માત્ર પ્રોટોન અને ઇલેક્ટ્રોન મૂળભૂત વિદ્યુતભારો હોય તો અન્ય બધા વિદ્યુતભારો $e$ ના પૂર્ણાંક ગુણાંકમાં જ હોવાં જોઈએ.

ધારોકે, કોઈ પદાર્થમાં $n_{1}$ ઈલેક્ટ્રોન અને $n_{2}$ પ્રોટોન હોય, તો પદાર્થ પરનો કુલ વિદ્યુતભારનો જથ્યો $=n_{2} e+n_{1}(-e)=\left(n_{2}\right.$ - $n_{1}$ )e છે.

જ્યાં $n_{1}$ અને $n_{2}$ પૂર્ણ ગુણાંક છે

અને તેમનો તફાવત $=n_{2} e-n_{1}(-e)$

$=\left(n_{2}+n_{1}\right) e$ પણ પૂર્ણાંક છે.

આમ, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશાં $e$ નો પૂર્ણાંક ગુણાંક જ હોય છે અને તેમાં વધારો કે ધટાડો પણ $e$ ના પદમાં જ થઈ શકે છે.

Similar Questions

 દ્રવ્ય પદાર્થો વિધુતભાર કેમ પ્રાપ્ત કરે છે ?

વિદ્યુતભારની હાજરીની સાચી કસોટી કઈ છે ?

જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?

ધાતુના વિદ્યુતભારિત ગોળા $A$ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા (હેન્ડલ) વડે પકડેલ બીજો વિધુતભારિત ગોળો $B, A$ ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર $10\, cm$ હોય. આનાથી થતું નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. (દાખલા તરીકે, એક પ્રકાશકિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન/સ્થાનાંતર માપીને). $A$ અને $B$ ગોળાઓને અનુક્રમે $C$ અને $D$ વિદ્યુતભારરહિત ગોળાઓ સાથે આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે $C$ અને $D$ ને દૂર કરી $B$ ને $A$ ની નજીક તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર $5.0\, cm$ થાય તેમ લાવવામાં આવે છે [ આકૃતિ $(c)$ ]. કુલંબના નિયમના આધારે $A$ નું અપાકર્ષણ કેટલું થશે ? $A$ અને $C$ ગોળાઓ તથા $B$ અને $D$ ગોળાઓનાં પરિમાણ સમાન છે. $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેમનાં પરિમાણ અવગણો. 

વિધુતભારનું ક્વૉન્ટમીકરણ કોને કહે છે? અને વિધુતભારનો $\mathrm{SI}$ એકમ જણાવો.