પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે અને તે છઠ્ઠી સેકન્ડમાં $120 \,cm$ અંતર કાપે તો તેનો પ્રવેગ ($m/{s^2}$ માં) કેટલો હશે?

  • A
    $0.20 $
  • B
    $0.027$
  • C
    $0.22$
  • D
    $0.03 $

Similar Questions

એક કણ $10.0\,ms ^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે $x$-દિશામાં ગતિ શરૂ કેરે છે અને $2.0\,ms ^{-2}$ ના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને $60.0\,ms ^{-1}$ ના વેગ સુધી પહોંચવામાં લાગેલો સમય $.......\,s$ છે

  • [JEE MAIN 2023]

એક પદાર્થ \(\mathrm{n}^{\text {th }}\) સેકંડમાં \(102.5 \mathrm{~m}\) અને \((n+2)^{\text {th }}\) સેકંડમાં \(115.0 \mathrm{~m}\) મુસાફરી કરે છે. તેનો પ્રવેગ શું છે?

  • [JEE MAIN 2024]

લાકડાની અંદર $4\,cm$ ઘૂસ્યા બાદ બુલેટ (ગોળી) નો વેગ એક તૃત્યાંશ જેટલો થાય છે. જો એવું ધારવામાં આવે કે બુલેટ તેની ગતિ દરમ્યાન લાકડામાં અવરોધ અનુભવે છે. જયારે બુલેટ લાકડમાં અટકી જાય ત્યારે તે લાકડામાં $(4+x)$ અંતરે હોય છે. તો $x$ નું મૂલ્ય કેટલું થશે?

  • [JEE MAIN 2022]

એક કણ પ્રારંભિક ગતિ $u$ અને પ્રતિપ્રવેગ $a$ સાથે ગતિની શરૂઆત કરે છે. જે સમય $T$ માં સ્થિર થાય છે. કાપેલ કુલ રસ્તાના પ્રથમ અડધા ભાગને આવરી લેવા માટે લીધેલ સમય કેટલો છે?

$200 \;m$ ઊંચાઈના એક ખડકની ટોચ પરથી બે પથ્થરને એક સાથે $15\; m s ^{-1}$ અને $30\; m s ^{-1}$ની પ્રારંભિક ઝડપથી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે. આકૃતિમાં દર્શાવેલ આલેખ પ્રથમ પથ્થરની સાપેક્ષે બીજા પથ્થરનું સ્થાનમાં સમય સાથે થતા ફેરફારો દર્શાવે છે, તેની ચકાસણી કરો. હવાનો અવરોધ અવગણો અને સ્વીકારો કે જમીનને અથડાયા બાદ પથ્થર ઉપર તરફ ઊછળતા નથી. $g=10\; m s ^{-2}$ લો. આલેખમાં રેખીય અને વક્ર ભાગ માટેનાં સમીકરણો લખો.