જો સમાન વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીયક્ષેત્રને લંબ પ્રવેશે, તો ...
પ્રોટોનનો વક્ર ઇલેક્ટ્રોનના વક્ર કરતાં વધારે હશે.
પ્રોટોનનો વક્ર ઇલેક્ટ્રોનના વક્ર કરતાં ઓછો હશે.
ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો વક્ર સમાન હશે.
ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પથ સીધી રેખામાં હશે
વિદ્યુતભારીત કણ ચુંબકીયક્ષેત્ર $45^\circ$ના ખૂણે અમુક વેગથી દાખલ થાય તો તેનો ગતિપથ ....
સ્પેક્ટ્રોમીટરથી આયનનું દળ માપવામાં આવે છે,વિદ્યુતસ્થિતિમાન $V$ દ્વારા પ્રવેગિત કરતાં તે $R$ ત્રિજ્યામાં $B$ ચુંબકીયક્ષેત્રમાં વર્તુળમય ગતિ કરે છે.જો $V$ અને $B$ અચળ રાખવામાં આવે તો (આયન પર વિદ્યુતભાર $/$ આયનના દળ) કોનાં સમપ્રમાણમાં હોય.
અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો.
સમાન વિદ્યુતભાર ધરાવતા બે કણો $X$ અને $Y$ ને સમાન વિદ્યુત સ્થિતિમાન વડે પ્રવેગિત કરાવવામાં આવે છે. ત્યારબાદ તેઓ સમાન ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં દાખલ થાય છે અને અનુક્રમે $R_1$ અને $R_2$ ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $X$ અને $Y$ ના દળોનો ગુણોત્તર __________થશે.
$1 \,MeV$ ની ઊર્જા ધરાવતો પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $\alpha$ કણની ઉર્જા .......$MeV$ હોવી જોઈએ કે જેથી તે સમાન ત્રિજ્યાના પથમાં સમાન ક્ષેત્રમાં આગળ વધી શકે?