જો વિકિરણનું સંપૂર્ણ શોષણ થતું હોય તો અને $t$ સમયમાં સપાટી પર આપાત થતી ઊર્જા $U$ હોય તો સપાટી પર આપાત થતાં કુલ વેગમાનનું સૂત્ર લખો. 

Similar Questions

માધ્યમના પ્રકાશીય ગુણધર્મો, તે માધ્યમની સાપેક્ષ પરમિટિવિટી $({ \in _r})$ અને સાપેક્ષ પરમિએબિલિટી $(\mu _r)$ વડે નક્કી થતા હોય છે, જેમ કે તેનો વક્રીભવનાંક, સૂત્ર $n = \sqrt {{ \in _r}{\mu _r}} $ વડે મળે છે. સામાન્યતઃ મોટાભાગના પ્રકાશીય માધ્યમો માટે , ${ \in _r} > 0$ અને $\mu _r> 0$ અને તેથી ${ \in _r}{\mu _r}$ નું વર્ગમૂળ લેતી વખતે મળતાં ધન અને ઋણ મૂલ્યો પૈકી ધન મૂલ્ય લેતાં $n > 0$ મળે છે. પરંતુ $1964$ માં V. Veselago નામના રશિયન વૈજ્ઞાનિકે $\in _r < 0$ તથા $u_r < 0$ ધરાવતા દ્રવ્યોના અસ્તિત્વ વિશે આગાહી કરી હતી. ત્યારબાદ “metamaterials” તરીકે ઓળખાતા આવા દ્રવ્યોનું ઉત્પાદન પ્રયોગશાળામાં કરીને તેમના પ્રકાશીય ગુણધર્મોનો પ્રાયોગિક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આવા દ્રવ્યો માટે $n =  - \sqrt {{ \in _r}{\mu _r}} $ અત્રે આવા માધ્યમમાં પ્રકાશનું કિરણ દાખલ થાય છે ત્યારે તેમાંના પ્રકાશ સદિશોનું પ્રસરણ, મૂળ દિશાથી દૂરની તરફ થતું હોય છે.

ઉપરોક્ત વર્ણન પરથી સાબિત કરો કે,

$(i)$ આવા માધ્યમની સપાટી પર પ્રકાશનું કિરણ, (આપાત બિંદુમાંથી પસાર થતા આપાત સમતલમાં વિચારેલા ચાર ચરણ પૈકી) બીજા ચરણમાં રહીને $\theta $ ખૂણે આપાત થાય તો વક્રીભૂત કિરણ ત્રીજા ચરણમાં મળશે અને

$(ii)$ આ કિસ્સામાં પણ સ્નેલના નિયમનું પાલન તો થાય છે જ.

એક વિદ્યુત ચુંબકીય તરંગ વેગ $\overrightarrow {\;V} = V\hat i$ સાથે કોઇ એક માધ્યમમાં પ્રસરણ પામે છે. કોઈ ક્ષણે આ વિદ્યુત ચુંબકીય તરંગનું તત્કાલીન દોલિત વિદ્યુતક્ષેત્ર $ +y$ અક્ષ તરફ છે. તો આ વિદ્યુત ચુંબકીય તરંગના દોલિત ચુંબકીયક્ષેત્રની દિશા કઈ હશે?

  • [NEET 2018]

વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રકૃતિ .......છે.

તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો. 

એક સમતલીય વિધુતચુંબકીય તરંગમાં ચુંબકીયક્ષેત્ર $B_{y}=2 \times 10^{-7} \sin \left(\pi \times 10^{3} x+3 \pi \times 10^{11} t\right) \;T$ હોય તો તેની તરંગલંબાઈ શોધો

  • [NEET 2020]