પૃથ્વીની ત્રિજયા લગભગ $6400\; km$ અને મંગળની ત્રિજયા $3200\; km$ છે. પૃથ્વીનું દળ, મંગળના દળ કરતાં લગભગ $10$ ગણું છે. પૃથ્વીની સપાટી પર કોઇ પદાર્થનું વજન $200 \;N$ છે. મંગળની સપાટી પર તેનું વજન ($N$ માં) કેટલું હશે?
પૃથ્વી કેટલી કોણીય વેગ થી ફરવી જોઈએ કે $60^o$ અક્ષાંશ પર તેનો ગુરુત્વ પ્રવેગ શૂન્ય થાય?
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $63\; N$ છે. પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે ?
સૌરમંડળમાં એક એવો ગ્રહ છે કે જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું હોય છે અને ઘનતા પૃથ્વીની સરેરાશ ઘનતા જેટલી હોય છે. જો પૃથ્વી પરની કોઈ વસ્તુનું વજન $W$ હોય, તો તે ગ્રહ પર સમાન પદાર્થનું વજન કેટલું હશે?
એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન $72\; N$ છે. પૃથ્વીની ત્રિજયાનાં અડધી ઊંચાઈ પર, તેના ૫ર કેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.