બે પ્રોટોન કિરણાવલી એકબીજાને સમાંતર એક જ દિશામાં ગતિ કરે છે તો ,...

  • [AIIMS 2004]
  • A

    એકબીજા પર બળ લગાવશે નહીં

  • B

    બંને વચ્ચે અપાકર્ષણ થાય.

  • C

    બંને વચ્ચે આકર્ષણ થાય.

  • D

    બંને એકબીજાને લંબરૂપે પરિભ્રમણ કરે

Similar Questions

અવકાશમાં એક સમઘન વિચારો. ( જેની બાજુઓ યામ પદ્ધતિના સમતલને સમાંતર છે. ) આ સમઘનમાં સમાન વિધુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ સમઘનમાં એક ઇલેક્ટ્રોન ${\rm{\vec v}},{{\rm{v}}_0}{\rm{\hat i}}$ વેગથી પ્રવેશે છે. $\mathrm{xy}$ - સમતલમાં આ ઇલેક્ટ્રોનનો ગતિપથ સ્પાઇરલ $( \mathrm{Spiral} )$ આકારનો મળે છે, તો ઇલેક્ટ્રોનના આ ગતિમાર્ગ માટે વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રનું વિતરણ સમજાવો. 

એક ઋણ વિદ્યુતભાર અવલોકનકર્તા તરફ આવી રહ્યો છે ? તેના દ્વારા ઉત્પન્ન થતાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે? (અવલોકનકર્તાથી જોવાય તે રીતે)

લૉરેન્ટઝ બળનું સમીકરણ લખો. 

જ્યારે સ્થિર પ્રોટોનને રૂમમાં મુકત કરતા તે પ્રારંભિક પ્રવેગ $ a_0$  સાથે પશ્વિમ તરફ ગતિ કરે છે. જયારે તેને $v_0$ જેટલી ઝડપથી ઉત્તર તરફ પ્રક્ષેપિત કરવામાં આવે છે, તે $ 3a_0$ જેટલાં પ્રારંભિક પ્રવેગથી પશ્વિમ તરફ ગતિ કરે છે. રૂમમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો કેટલા હશે?

  • [AIPMT 2013]

$u$ વેગથી ઇલેકટ્રોન ઘન $x$ - દિશામાં ગતિ કરે છે,તે $y = 0$ પર $ \overrightarrow B = - {B_0}\hat k $ ચુંબકીયક્ષેત્રમાં દાખલ થાય છે.તો ચુંબકીયક્ષેત્રમાંથી બહાર આવે,ત્યારે તેનો વેગ $v$ અને $y$ - યામ કેટલા થાય?

  • [IIT 2004]