વિદ્યુતક્ષેત્ર શોધવા ગાઉસનો નિયમ $|\overrightarrow{\mathrm{E}}|=\frac{q_{\mathrm{enc}}}{\varepsilon_{0}|\mathrm{A}|}$ વાપરવામાં આવે છે.જ્યાં $\varepsilon_{0}$ શૂન્યાવકાશની પરમિટિવિટી, $A$ ગાઉસીયન સપાટીનું ક્ષેત્રફળ અને $q_{enc}$ એ ગાઉસીયન સપાટીની અંદર રહેલ વિજભાર છે.ઉપરનું સૂત્ર ક્યારે વાપરવામાં આવે છે?

  • [JEE MAIN 2020]
  • A

    માત્ર જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી હોય ત્યારે જ 

  • B

    સપાટી માટે $|\overrightarrow{\mathrm{E}}|=$ અચળ હોય ત્યારે જ 

  • C

    કોઈ પણ પ્રકારની ગાઉસીયન સપાટી

  • D

    જ્યારે ગાઉસીયન સપાટી સમસ્થિતિમાન સપાટી અને સપાટી પર $|\overrightarrow{\mathrm{E}}|$ અચળ હોય 

Similar Questions

ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરો.

એક સમઘનને $\overrightarrow{{E}}=150\, {y}^{2}\, \hat{{j}}$ જેટલા વિદ્યુતક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે. સમઘનની બાજુની લંબાઈ $0.5 \,{m}$ અને તેને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકવામાં આવે છે. સમઘનની અંદરનો વિદ્યુતભાર $(\times 10^{-11} {C}$ માં) કેટલો હશે?

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજ્યાનો એક ગોળો છે અને $2R$ ત્રિજ્યાનો બીજો કાલ્પનિક ગોળો કે જેનું કેન્દ્ર આપેલ ગોળાના કેન્દ્રને સુસંગત છે. જેના પરનો વિદ્યુતભાર $q$ છે. કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલ ફલક્સ ........ છે.

બે ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તે સમજાવો ?

અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow E  = {E_0}\hat i + 2{E_0}\hat j$ મુજબ આપવામાં આવે છે જ્યાં $E_0\, = 100\, N/C$ છે. $Y-Z$ સમતલને સમાંતર રહેલી $0.02\, m$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

  • [JEE MAIN 2014]