બ્લોક $A$ અને બ્લોક $B$ ના દળ અનુક્રમે $2m$ અને $m$ છે. તેને દોરી વડે બાંધીને સ્પ્રિંગ પર લગાવવામાં આવે છે. સ્પ્રિંગનું દળ અવગણો. જ્યારે $B$ બ્લોકની દોરી કાપવામાં આવે તે સમયે $2m$ અને $m$ દળ અનુક્રમે કેટલાના પ્રવેગથી ગતિ કરશે?

981-344

  • [AIIMS 2018]
  • A

    $g, g$

  • B

    $g, \frac{g}{2}$

  • C

    $\frac{g}{2}, g$

  • D

    $\frac{g}{2}, \frac{g}{2}$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ઘર્ષણરહિત સમતલો ઊર્ધ્વદિશા સાથે અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ ના ખૂણા બનાવે છે. બે બ્લોક A અને B ને સમતલો ઉપર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. તો બ્લોક A નો બ્લોક $B$ ની સાપેક્ષે ઊર્ધ્વદિશામાંનો પ્રવેગ કેટલો થાય?

  • [AIEEE 2010]

નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા (પરિણામી) બળનાં માન અને દિશા જણાવો :

$(a)$ અચળ ઝડપથી નીચે પડતા વરસાદનાં ટીંપા પર

$(b)$ પાણી પર તરતા $10\, g$ દળના બૂચ પર

$(c)$ આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર

$(d)$ ખરબચડા રસ્તા પર $30\, km/h$ ના અચળ વેગથી ગતિ કરતી કાર પર

$(e)$ બધા દ્રવ્ય પદાર્થોથી દૂર અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઈલેક્ટ્રોન પર

છાશમાંથી માખણ કયા બળના કારણે છૂટું પડે છે?

  • [AIPMT 1991]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $2 \,kg$ અને $4 \,kg$ દળનાં બે બ્લોકને સમાન પ્રવેગ સાથે $10 \,N$ બળ દ્વારા લીસી સમક્ષિતિજ સપાટી પર પ્રવેગિત કરવામાં આવે છે. તો બે બ્લોક વચ્ચેનું સ્પ્રિંગનું બળ ......... $N$ હશે? (સ્પ્રિંગ એે દળરહિત છે)

સંપર્કબળ અને ક્ષેત્રબળ પૈકી કયું બળ સંરક્ષી અને કયું બળ અસંરક્ષી છે ?