આધુનિક આવર્તકોષ્ટકમાં કૅલ્શિયમ (પરમાણ્વીય-ક્રમાંક $20$)ની ચારે તરફ $12$, $19$, $21$ તથા $38$ પરમાણ્વીય-ક્રમાંક ધરાવતાં તત્ત્વો રહેલાં છે. આમાંથી કયાં તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કૅલ્શિયમ જેવા જ છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
પરમાણ્વીય ક્રમાંક  તત્ત્વની સંજ્ઞા  તત્ત્વનું નામ $K$ $L$ $M$ $N$ $O$
$20$ $Ca$ કૅલ્શિયમ $2$ $8$ $8$ $2$  
$12$ $Mg$ મૅગ્નેશિયમ $2$ $8$ $2$    
$19$ $K$ પોટેશિયમ $2$ $8$ $8$ $1$  
$21$ $Sc$ સ્કેન્ડિયમ $2$ $8$ $8$ $3$  
$38$ $Sr$ સ્ટ્રૉન્શિયમ $2$ $8$ $18$ $8$ $2$

 ઉપરોક્ત ઇલેક્ટ્રોનીય રચનામાં જોઈ શકાય છે પરમાણ્વીય ક્રમાંક $12$ (મેગ્નેશિયમ) અને $38 $(સ્ટ્રૉન્શિયમ) એ કૅલ્શિયમની જેમ બાહ્યતમ કક્ષામાં $2$ ઇલેક્ટ્રોન ધરાવે છે.

આથી, મૅગ્નેશિયમ અને સ્ટ્રૉન્શિયમ તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા હશે.

Similar Questions

ગેલિયમ સિવાય અત્યાર સુધી કયાં-કયાં તત્ત્વો વિશે જાણ થઈ છે જેના માટે મેન્ડેલીફે પોતાના આવર્તકોષ્ટકમાં ખાલી સ્થાન છોડ્યું હતું ? (ગમે તે બે)  

આધુનિક આવર્તકોષ્ટકમાં પ્રથમ દસ તત્ત્વોમાં કઈ ધાતુઓ છે ?

આર્વતકોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહનાં તમામ તત્ત્વોનો કયો ગુણધર્મ સમાન છે ?

આવર્તકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

મેન્ડેલીફના આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચેનાં તત્ત્વોના ઑક્સાઇડનાં સૂત્રોનું અનુમાન લગાવો : $K,\, C,\, Al,\, Si,\, Ba$.