- Home
- Standard 10
- Science
Periodic Classification of Elements
medium
આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-
સમૂહ $16$ | સમૂહ $17$ |
- | - |
- | $A$ |
- | - |
$B$ | $C$ |
$ (a)$ $C$ નું કદ $B$ કરતાં મોટું હશે કે નાનું ?
$(b)$ તત્ત્વ $A$ કયા પ્રકારના આયન-ધનાયન કે ઋણાયન બનાવશે ?
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ તત્ત્વ $C$ અને $B$ એ એક જ આવર્તના તત્ત્વો છે આથી $C$ એ કદમાં $B$ કરતાં નાનું હશે કારણ કે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતાં કેન્દ્રીય વીજભાર વધવાથી પરમાણ્વીય કદ ઘટે છે.
$(b)$ તત્ત્વ $A$ એ સમૂહ $-17$ નું છે તેમજ તેમની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રૉન રહેલા છે. આથી તેને પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રૉન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે.
આમ, તત્ત્વ $A$ એ એક ઇલેક્ટ્રૉન સ્વીકારે (મેળવે) છે. આથી, તે ઋણાયન $(A^-)$ બનાવશે.
Standard 10
Science