- Home
- Standard 11
- Biology
શું પાઈનસ એ સદાહરિત વૃક્ષ છે ? ચર્ચા કરો.
Solution
સદાહરિત વનસ્પતિ એટલે કે જેમનાં પર્ણો ચારે ઋતુ દરમિયાન કાયમી રહેતાં હોય તેનાથી વિરુદ્ધ પાનખર વૃક્ષો તેમનાં પણ શિયાળામાં અથવા શુષ્ક ઋતુમાં ગુમાવે છે. અનાવૃત બીજધારીનું પાઇનસ સદાહરિત વૃક્ષ છે. સપુષ્પ વનસ્પતિઓ ખૂબ જ ઠંડા વાતાવરણમાં તેમનાં પણ ગુમાવે છે અને સુષુપ્ત બને છે.
પરંતુ પાઇનસ તેની જાડી છાલ, સોય આકારનાં પર્ણો અને નિમગ્ન વાયુરંધોને કારણે બાષ્પોત્સર્જનનો દર ઘટાડે છે. ઠંડા વિસ્તારો દેહધાર્મિક રીતે શારીરિક રીતે ઓછા વરસાદ, બરફવર્ષા, ઠંડા તાપમાને ખુલ્લા રહેઠાણને કારણે મૂળ દ્વારા શોષણ ઘટે છે.
પરંતુ પાઇનસ આ પરિસ્થિતિમાં સારું અનુકૂલન પામેલ હોય છે. આ સમય દરમિયાન તે ખોરાક બનાવવાનું ચાલુ રાખે છે અને અન્ય વનસ્પતિઓ ઉપર પ્રભાવી રીતે વિકસે છે. તે દર્શાવે છે કે પાઇનસ એ સદાહરિત વૃક્ષ છે. તે પર્ણો ખેરવી નાખતું નથી. એટલે કે સોયો (Needles) કોઈ પણ પરિસ્થિતિમાં હોય છે.