બે સદિશો $\overrightarrow A $ અને $\overrightarrow B $ ના માન અનુક્રમે $4$ એકમ અને $3$ એકમ છે. જો આ અદિશો $(i)$ એકજ દિશામાં $(\theta = 0^o)$. $(ii)$ પરસ્પર વિરુદ્ધ દિશામાં $(\theta = 180^o)$ હોય, તો પરિણામી સદિશનું માન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$  $7$ એકમ

$(ii)$  $1$ એકમ

Similar Questions

$ \vec A,\,\vec B $ અને $ \vec C $ ના મૂલ્યો અનુક્રમે $3, 4$ અને $5$ છે. જો $ \vec A + \vec B = \vec C $ હોય, તો $ \vec A $ અને $ \vec B $ વચ્ચે કેટલો ખૂણો થશે?

  • [AIPMT 1988]

કોઈ સાઇકલ-સવાર $1 \,km$ ત્રિજ્યાવાળા એક વર્તુળાકાર બગીચાના કેન્દ્ર $O$ થી ગતિ શરૂ કરે છે તથા બગીચાના કિનારા $P$ સુધી પહોંચે છે. ત્યાંથી તે બગીચાના પરિઘ પર સાઈકલ ચલાવતા ચલાવતા $OQ$ માર્ગે (આકૃતિ માં દર્શાવ્યા મુજબ) કેન્દ્ર $O$ પર પાછો આવે છે. જો આ ચક્કર કાપવા માટે તેને $10$ મિનિટ જેટલો સમય લાગતો હોય, તો સાઇકલ-સવારનું

$(a)$ ચોખું સ્થાનાંતર

$(b)$ સરેરાશ વેગ તથા

$(c)$ સરેરાશ ઝડપ કેટલી હશે ?

વસ્તુ ઉપ૨ $\vec{F}_1$ અને $\vec{F}_2$ બળ પ્રવર્ત છે. એક બળનું મૂલ્ય બીજા બળ કરતા ત્રણ ગણું છે અને આ બે બળોનું પરિણામી બળ મૂલ્યમાં મોટા બળ જેટલું મળે છે. બળ $\vec{F}_1$ અને $\vec{F}_2$ વચ્ચેનો કોણ $\cos ^{-1}\left(\frac{1}{n}\right)$ છે. $|n|$ નું મૂલ્ય. . . . . . . . .થશે.

  • [JEE MAIN 2024]

એક ખુલ્લા મેદાનમાં એક કારચાલક એવો રસ્તો પકડે છે કે જે દરેક $500$ મીટર અંતર બાદ તેની ડાબી બાજુ $60^{°}$ ના ખૂણે વળાંક લે છે. એક વળાંકથી શરૂ કરી, કારચાલકના ત્રીજા, છઠ્ઠા તથા આઠમા વળાંક પાસે સ્થાનાંતર શોધો. આ દરેક સ્થિતિમાં કારચાલકની કુલ પથ લંબાઈની તેના સ્થાનાંતરના માન સાથે તુલના કરો.

$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{O A}+\overrightarrow{O B}+\overrightarrow{O C}=.......$