મૂળભૂત વિધુતભારનો પ્રાથમિક $\mathrm{SI}$ એકમ અને મૂલ્ય જણાવો તેનાં નાના એકમો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઈલેક્ટ્રોન પરના વિદ્યુતભારને પ્રાથમિક એકમ કહે છે. તેની સંજ્ઞા $e$ છે અને તેના પરનો વિદ્યુતભાર ઋણ છે.

વિદ્યુતભારનો $SI$ એકમ કુલંબ છે.

કુલંબની વ્યાખ્યા : કોઈ તારમાંથી $1\;A$ વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો $1\,s$ માં વહન પામતા વિદ્યતભારને એક કુલંબ વિદ્યુતભાર કહે છે.

$SI$ પદ્ધતિમાં વિદ્યુતભારના મૂળભૂત એકમનું મૂલ્ય, $e=1.602192 \times 10^{-19}\,C$ છે. વ્યવહારમાં $e=1.6 \times 10^{-19}\,C$ લેવામાં આવે છે.

$-1\,C$ વિદ્યુતભારમાં આશર $6.25 \times 10^{18}$ ઇલેક્ટ્રોન્સ હોય છે.

સ્થિત વિદ્યુતશાસ્ત્રમાં નાના મૂલ્યના વિદ્યુતભારો નીચે મુજબના હોય છે.

નાના વિદ્યુતભારો :

$1 mc$ (મિલિ કુલંબ) $=10^{-3}\,C$

$1 \mu c$(માઇક્રો કુલંબ)$=10^{-6}\,C$

$1 nc ($ નેનો કુલંબ $)=10^{-9}\,C$

Similar Questions

વિધુતભારને બિંદુવતું ક્યારે ગણવામાં આવે છે ?

બરુની ગોળી જેવા હલકાં પદાર્થો વિધુતભારિત સળિયા તરફ શાથી ખેંચાય છે ?

હલકાં પદાર્થોને વિદ્યુતભારિત પદાર્થ શાથી આકર્ષે છે ?

$1$ થી $5$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે. જોડ $(2, 3)$ અને $(4, 5)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(1, 2),(3, 5)$ અને $(1, 5)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $1$ અંકિત દડો કેવો હોવો જોઈએ?

પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.