સાદું વિધુતદર્શક બનાવવાની પ્રવૃત્તિ લખો.
આશરે $20\,cm$લંબાઈનો પાતળો ધાતુનો સળિયો લો.
આ સળિયાને રાખી શકાય તેવી એક મોટી બાટલી અને તેના બહારના છેડે ધાતુની તક્તી લગાડો અને બાટલીને ધાતુનો સળિયો પસાર કરેલા રબરના બુચથી હવાચુસ્ત બંધ કરો. આખા સળિયાની લગભગ $5\,cm$ લંબાઈ બાટલીની ઉપર બહાર રહે તેમ રાખો.
ધાતુના સળિયાના બાટલીમાંના નીચેના છેડે આશરે $6\,cm$ લંબાઈનો અને મધ્યમાંથી વાળેલો એલ્યુમિનિયમનો વરખ સેલ્યુલોઝ ટેપથી જોડો.
વરખો વચ્ચેનું અંતર માપવા માટે કાગળનો સ્કેલ મૂકો. વરખો વચ્ચેનું અંતર એ વિદ્યુતભારના જથ્થાનું આશરે માપ આપે છે.
સુવાહકો અને અવાહકો કોને કહે છે ? મુક્ત ઇલેક્ટ્રૉન, સુવાહક કે અવાહકમાં વધારે હોય ?
બે સમાન અને $-q$ ઋણ વિદ્યુતભારીત વિદ્યુતભારોને $Y$ અક્ષ પર $(0, a)$ અને $(0, -a)$ બિંદુ આગળ મૂકેલા છે એક ધન વિદ્યુતભાર $q$ સ્થિર સ્થિતિએ છે જે $(2a, 0)$ બિંદુથી ડાબી બાજુએ ગતિ કરે છે. આ વિદ્યુતભાર કયો હશે ?
પ્રેરણની રીતથી બે ધાતુના ગોળાઓને વિરુદ્ધ વિધુતભારિત કઈ રીતે કરી શકાશે તે વર્ણવો.
પદાર્થ પરના વિધુતભાર પરખવા માટેનું સાધન કયું છે ? આ સાધનની રેખાકૃતિ વડે સમજૂતી આપો.
રેશમનું કાપડ અને કાચના સળિયા એમ બંને પર કેવા પ્રકારના વિદ્યુતભારો એકઠા થાય ?