- Home
- Standard 12
- Biology
પ્રતિજૈવિક દ્રવ્યોની બનાવટમાં સૂક્ષ્મજીવોનો ફાળો જણાવો.
Solution
સૂક્ષ્મજીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન $20$ મી સદીની અત્યંત મહત્ત્વપૂર્ણ શોધ અને માનવ-સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. 'ઍન્ટી' (anti) ગ્રીક શબ્દ છે, જેનો અર્થ 'વિરુદ્ધ' અને 'બાયો' (bio) નો અર્થ 'જીવન' છે.
બંનેના સમન્વય દ્વારા બનતો શબ્દ 'જીવનવિરુદ્ધ' (against life) થાય (સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં). જ્યારે મનુષ્યના સંદર્ભમાં તેઓ જીવનવિરુદ્ધ નહિ પરંતુ 'પૂર્વ જીવન' (pro life) માનવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારનાં રસાયણ છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. જે અન્ય સૂક્ષ્મજીવો (રોગ સર્જનારા) ને મારી નાંખે છે અથવા તેમની વૃદ્ધિને મંદ પાડે છે.
તમે સામાન્યતઃ ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક પેનિસિલિનથી પરિચિત છો. શું તમે જાણો છો સૌપ્રથમ શોધાયેલું ઍન્ટિબાયોટિક પેનિસિલિન છે
ઍલેક્ઝાન્ડર ફ્લેમિંગ (Alexander Fleming) જ્યારે સ્ટેફાયલોકોકાઈ (Staphylococci) બેક્ટેરિયા પર કાર્ય કરી રહ્યા હતા; ત્યારે તેમણે જોયું કે ધોયા વગરની એક સંવર્ધિત પ્લેટ પર મૉલ્ડ ઉત્પન્ન થઈ હતી, જ્યાં સ્ટેફાયલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહિ.
તેમણે નોંધ્યું કે મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે આવું થયું, પછી તેને 'પેનિસિલિન' નામ આપ્યું, કારણ કે તે પેનિસિલિયમ નોટેટમ (Panicillim notatium) મૉલ્ડ (ફૂગ) માંથી સર્જાયું હતું. તેના ઘણા સમય પછી અર્નેસ્ટ ચૈન (Ernest chain) અને હાવર્ડ ફ્લોરે (Howard Florey) એ તેને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી ઍન્ટિબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. આ ઍન્ટિબાયોટિકનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધમાં ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો. ફ્લેમિંગ, જૈન અને ફ્લોરેનને આ સંશોધન માટે, $1945$ માં નોબલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
પેનિસિલિન પછી, અન્ય ઍન્ટિબાયોટિક્સને પણ અન્ય સૂક્ષ્મજીવોમાંથી મેળવવામાં આવ્યા. શું તમે કેટલાક અન્ય ઍન્ટિબાયોટિક્સના નામ તેમજ તેઓના સ્રોત વિશે જણાવી શકો છો ? પ્લેગ, કાળી ખાંસી (ઉટાંટિયુ – whooping cough), ડિપ્થેરિયા (gal ghotu) તથા રક્તપિત (કુષ્ટ રોગ – leprosy) જેવા ભયાનક રોગો, જેને કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે ઍન્ટિબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો છે.