$(a)$ કોઈ માણસના સુકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે. શા માટે ? જો વાળ ભીના હોય અથવા તે વરસાદી દિવસ હોય તો શું થાય ? (યાદ રાખો કે કાગળ વિદ્યુતનું વહન કરતો નથી.)
$(b)$ સામાન્ય રબર અવાહક છે. પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયરો સહેજ સુવાહક બનાવવામાં આવે છે. આવું શા માટે જરૂરી છે ?
$(c)$ દહનશીલ દ્રવ્યોને લઈ જતા વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે. શા માટે ?
$(d)$ ખુલ્લી હાઈપાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે તો પણ તેને કંઈ થતું નથી. જમીન પર ઉભેલો માણસ તે જ લાઇનને સ્પર્શે તો તેને પ્રાણઘાતક આંચકો લાગે છે. શા માટે ?
ધાતુ પર પ્રેરિત વિદ્યુતભાર ધાતુની અંદર કે તેની સપાટી પર હોય ?
તટસ્થ પદાર્થને વિધુતભારિત કઈ રીતે કરી શકાય છે ?
સ્થિતવિદ્યુતશાસ્ત્ર એટલે શું ?
વિદ્યુતભારના ક્વૉન્ટમીકરણનું સૂચન સૌપ્રથમ કોણે કર્યું અને શેના આધારે કર્યું ?