$1$ થી $5$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે. જોડ $(2, 3)$ અને $(4, 5)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(1, 2),(3, 5)$ અને $(1, 5)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $1$ અંકિત દડો કેવો હોવો જોઈએ?
ઘન વિદ્યુતભારીત
ઋણ વિદ્યુતભારીત
તટસ્થ
ધાતુનો બનેલો
તમે પ્રયોગિક કેવી રીતે દર્શાવી શકો કે, $(i)$ વિધુતભારો બે પ્રકારના છે અને $(ii)$ સજાતીય વિધુતભારો વચ્ચે અપાકર્ષણ અને વિજાતીય વિધુતભારો વચ્ચે આકર્ષણ થાય છે તે સમજાવો ?
વિધુતભારિત અને વિદ્યુત તટસ્થ પદાર્થ કોને કહે છે ?
રેશમનું કાપડ અને કાચના સળિયા એમ બંને પર કેવા પ્રકારના વિદ્યુતભારો એકઠા થાય ?
વિદ્યુતભાર વિશે નીચેનામાંથી ક્યું સાયું નથી ?
ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુતભારિત કરી શકાતા નથી ?