એક ધાતુના ગોળાને સ્પર્યા વિના તમે તેને કેવી રીતે ધન વિધુતભારિત કરી શકશો ?
આકૃતિ $(a)$ અવાહક સ્ટેન્ડ પર એક વિદ્યુતભારિત ન હોય તેવો ધાતુનો ગોળો દર્શાવે છે. એક ઋણ વિધુતભારિત સળિયો ધાતુના ગોળા પાસે આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ લાવો. સળિયો ગોળાની નજીક લાવતાં, ગોળામાંના મુક્ત ઇલેક્ટ્રૉન અપાકર્ષણને લીધે દૂર જાય છે અને દૂરના છેડે એકઠા થવા માંડે છે. નજીકનો છેડો ઇલેક્ટ્રૉનની ઉણપને લીધે ધન વિધુતભારિત બને છે, જ્યારે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પરનું ચોખ્ખું $(Net)$ બળ શૂન્ય થાય છે ત્યારે વિધુતભારોની વહેંચણી અટકી જાય છે. ગોળાને વાહક તાર વડે જમીન સાથે જોડો. આકૃતિ $(c)$ માં દર્શાવ્યા મુજબ ઇલેક્ટ્રોન જમીનમાં વહી જશે અને નજીકના છેડે ધન વિધુતભારો, સળિયા પરના ઋણ વિદ્યુતભારોના આકર્ષણ બળને લીધે ત્યાં ને ત્યાં જ જકડાયેલા રહેશે, ગોળાને જમીનથી અલગ કરો, ધન વિધુતભાર નજીકના છેડે હજી જ કડાયેલો જ રહે છે [આકૃતિ $(d)$ ]. વિદ્યુતભારિત સળિયાને દૂર કરો. આકૃતિ $(e)$ માં દર્શાવ્યા મુજબ ધન વિધુતભાર ગોળા પર નિયમિત રીતે ફેલાઈ જશે.
આ પ્રયોગમાં, ધાતુનો ગોળો પ્રેરણની ઘટના દ્વારા વિદ્યુતભારિત થાય છે અને સળિયો તેનો કોઈ વિદ્યુતભાર ગુમાવતો નથી.
આવાં જ પગલાં દ્વારા ધાતુના ગોળા પાસે ધન વિધુતભારિત સળિયો લાવી, ગોળાને ઋણ વિધુતભારિત કરી શકાય છે. આ કિસ્સામાં જ્યારે ગોળાને તાર મારફતે જમીન સાથે જોડીએ ત્યારે જમીનમાંથી ઇલેક્ટ્રૉન ગોળા પર વહન પામશે.
વિધુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું ? વિધુતભારના ક્વોન્ટમીકરણનું કારણ શું ?
ન્યુક્લિયસમાં પ્રોટોન અને પ્રોટોન વચ્ચે બળ ....... છે.
મૂળભૂત વિધુતભારનો પ્રાથમિક $\mathrm{SI}$ એકમ અને મૂલ્ય જણાવો તેનાં નાના એકમો લખો.
એક તટસ્થ ગોળા પર $10^{12} \,\alpha$ - કણો પ્રતિ સેકન્ડ પડે છે. વિદ્યુતભાર પ્રસ્થાપિત તથા $2\ \mu C$ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલા ......$s$ નો સમય લાગશે?
ધાતુના સળિયાને હાથમાં પકડીને શાથી વિદ્યુતભારિત કરી શકાતા નથી ?