- Home
- Standard 12
- Biology
કારકોની આવૃત્તિઓ વસતિમાં સતત રહે છે તે જણાવતો નિયમ કયો છે ? કયાં પાંચ પરિબળો આની કિંમતને અસર કર્તા નીવડે છે ?
Solution
પાંચ ઘટકો હાર્ડી-વેઈનબર્ગ સમતુલાને અસરકર્તા તરીકે ઓળખી કાઢવામાં આવેલા છે. તેઓ જનીન સ્થળાંતરણ અથવા જનીનપ્રવાહ, જનીનિક વિચલન (drift), વિકૃતિ, જનીનિક પુનઃસંયોજન અને પ્રાકૃતિક પસંદગી છે. જ્યારે વસ્તીના કોઈ પણ ભાગનું અન્ય ભાગની વસ્તીમાં સ્થળાંતરણ થાય છે ત્યારે મૂળભૂત અને નવી વસ્તીની જમીનઆવૃત્તિ ફેરફાર પામે છે. નવા જનીનો / વૈકલ્પિક કારકો નવી વસ્તીમાં ઉમેરાય છે અને જૂની વસ્તીમાંથી તે દૂર થાય છે. જો જનીન સ્થળાંતરણ વારંવાર થતું હોય તો તે જનીનપ્રવાહ છે. આ સમાન ફેરફારો જો તક દ્વારા પ્રાપ્ત થતા હોય તો તેને જનીનિક વિચલન કહે છે. કેટલીક વાર નવી વસ્તીનાં વૈકલ્પિક કારકોની આવૃત્તિમાં ખૂબ જ મોટા ફેરફારો હોય તો તે ભિન્ન જાતિ તરીકે વિકસે છે. મૂળભૂત વિચલિત (drifted) વસ્તી સ્થાપક બને છે અને અસરને સ્થાપક અસર (founder effect) કહે છે.