એવી બે ધાતુઓ જે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે અને બે ધાતુઓ જે આમ ન કરી શકતી હોય તેમનાં નામ આપો.
ધાતુઓ જેવી કે ઝિંક $(Zn)$ મૅગ્નેશિયમ $(Mg)$ અને ઍલ્યુમિનિયમ $(Al)$ વગેરે કે જે સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજન કરતાં ઉપર ગોઠવાયેલી હોવાથી તે મંદ ઍસિડમાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે છે કારણ કે તે $H_2$ કરતાં વધુ સક્રિય (પ્રતિક્રિયાત્મકતા) છે.
જયારે ધાતુઓ જેવી કે કૉપર $(Cu)$, સિલ્વર $(Ag)$ અને ગોલ્ડ $(Au)$ વગેરે કે જે સક્રિયતા શ્રેણીમાં હાઇડ્રોજનથી નીચે ગોઠવાયેલી હોવાથી તે મંદ ઍસિડમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકતી નથી કારણ કે તે $H_2$ કરતાં ઓછી સક્રિય (પ્રતિક્રિયાત્મક) છે.
જ્યારે આયર્ન$(II) $ સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ઉમેરવામાં આવે છે ત્યારે તમે શું અવલોકન કરો છો ? અહીં થતી રાસાયણિક પ્રક્રિયા લખો.
ખાદ્યપદાર્થના ડબા પર ટીનનું સ્તર લાગે છે નહિ કે ઝિંકનું, કારણ કે
કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુઓનાં નામ આપો.
નીચેના પૈકી કઈ પદ્ધતિ લોખંડની સાંતળવાની તવી (Frying Pan)ને કાટ લાગવાથી અટકાવી શકે છે ?
કારણ આપો : પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા વપરાય છે.