- Home
- Standard 12
- Physics
કેપેસિટરને લાગુ પાડેલ એ.સી. વોલ્ટેજ માટે પ્રવાહનું સમીકરણ મેળવો અને $V$ તથા $I$ ના આલેખો દોરો.
Solution

$AC$ પરિપથમાં શુદ્ધ કૅપેસિટર જોંડેલ બતાવ્યું છે.
$V = V _{ m } \sin \omega t$ ના સ્ત્રોતને કેપેસિટર સાથે જોડેલું છે.
જ્યારે કૅપેસિટરને $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે થોડા સમય માટે પ્રવાહ પસાર થાય છે. જેથી કૅપેસિટર વિદ્યુતભારિત થાય છે.
કૅપેસિટરની પ્લેટો પર વિદ્યુતભાર એકઠો થતાં બે પ્લેટો વચ્ચે વોલ્ટેજ વધે છે જે સ્ત્રોતમાંથી મળતાં પ્રવાહનો વિરોધ કરે છે. જ્યારે કૅપેસિટર સંપૂર્ણ વિદ્યુતભારિત (ચાર્જ) થાય ત્યારે પરિપથનો પ્રવાહ ધટીને શૂન્ય થાય છે.
જ્યારે કૅપેસિટરને $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે ત્યારે તે પ્રવાહને નિયંત્રિત કરે છે પરંતુ, વિદ્યુતભારના વહનને સંપૂર્ણ રીતે રોક્તું નથી.
પ્રત્યેક અર્ધચક્ર દરમિયાન પ્રવાહ ઊલટાય છે તેમ કૅપેસિટર આર્વત રીતે વિદ્યુતભારિત (ચાર્જ) અને વિદ્યુતવિભારિત (ડિસ્ચાર્જ) થતું રહે છે.
ધારો કે,કોઈ $t$ ક્ષણે કૅપેસિટર પરનો વિદ્યુતભાર $q$ છે.
$\therefore$ બે પ્લેટો વચ્ચે તાત્ક્ષણિક વોલ્ટેજ $V$ છે.
$\therefore V =\frac{q}{ C }$ જ્યાં $C$ એ કૅપેસિટર પરનું કૅપેસિટન્સ છે.
કિર્ચોફના બંધગાળાના નિયમ મુજબ, $V _{ m } \sin \omega t-\frac{q}{ C }=0$
$\therefore V _{ m } \sin \omega t=\frac{q}{ C }$
$\therefore CV _{ m } \sin \omega t=q$
હવે $I =\frac{d q}{d t}$
$\therefore I =\frac{d}{d t}\left[ V _{ m } C \sin \omega t\right]$
$\therefore I = V _{ m } C \omega \cos \omega t$
$\therefore I =\frac{ V _{ m }}{ l / \omega C } \cdot \cos \omega t$