સંખ્યાને આધારે પુંકેસરના પ્રકારો જણાવી ઉદાહરણ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\Rightarrow$ દલચક્રની અંદર ગોઠવાયેલું આ ચક્ર પુંકેસરનું (Stamen) બનેલું છે. તે નર પ્રજનન અંગ તરીકે રજૂ થાય છે.

$\Rightarrow$ પ્રત્યેક પુંકેસરતંતુ પરાગાશય (Anther) અને યોજીનું બનેલું છે,

$\Rightarrow$ પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે.

$\Rightarrow$ દરેક પુંકેસરતંતુ સામાન્યતઃ દ્વિખંડી છે અને દરેક ખંડ બે કોટર કે પરાગ કોથળી (Pollen sac) ધરાવે છે. પરાગરજ પરાગ કોથળીમાં ઉદ્ભવે છે.

$\Rightarrow$ વંધ્ય હોય તેવાં પુંકેસરને વંધ્યપુંકેસર (Staminode) કહે છે.

$\Rightarrow$ તંતુ અને પરાગાશયનું જોડાણ યોજી (Connective) વડે થાય છે. પુષ્પના પુંકેસરો દલપત્રો જેવા બીજા સભ્યો કે એકબીજાથી જોડાયેલા હોઈ શકે છે.

$\Rightarrow$ દલલગ્ન પુંકેસર (Epipetalous) : જ્યારે પુંકેસર દલપત્રો સાથે જોડાયેલ હોય ત્યારે તેને દલલગ્ન (Epipetalous) કહે છે. ઉદા., રીંગણ

$\Rightarrow$ પરિલગ્ન પુંકેસર (Epiphyllous) : જ્યારે પુંકેસર પરિપુષ્પપત્ર સાથે જોડાયેલ હોય તો તેમને પરિલગ્ન (Epiphyllous) કહે છે. ઉદા., લીલી

$\Rightarrow$ મુક્ત પુંકેસર : જો બધા પુંકેસર એકમેકથી મુક્ત હોય તો તેને મુક્ત પુંકેસર કહે છે.

$\Rightarrow$ એકગુચ્છી પુંકેસર : જો બધા પુંકેસરનાં (બે કે વધુ) તંતુઓથી જોડાયેલા હોય તો તેને એકગુચ્છી (Monoadelphous) કહેવાય છે. ઉદા., જાસૂદ

$\Rightarrow$ દ્વિગુચ્છી અને બહુગુચ્છી પુંકેસર : ક્યારેક પુંકેસર બે કે બે કરતાં વધુ ગુચ્છામાં પણ રચાય છે. તેમને અનુક્રમે દ્વિગુચ્છી (Diadelphous) અને બહુગુચ્છી (Polydelphous) કહે છે. ઉદા., દ્વિગુચ્છી-વટાણા અને બહુગુચ્છી લીંબુ

$\Rightarrow$ પુષ્પમાં પુંકેસર તંતુની લંબાઈમાં પણ વિવિધતા હોય છે. ઉદા., રાઈ

Similar Questions

પુષ્પાસન પર જ્યારે સ્ત્રીકેસરચક્ર સૌથી ઉચ્ચ સ્થાને આવેલું હોય ત્યારે અંડકને..........કહે છે.

વટાણામાં કયા પ્રકારનો જરાયુ વિન્યાસ જોવા મળે છે?

  • [AIPMT 2006]

એક જ ભ્રમિરૂપનાં બીજા સભ્યોને અનુસરીને દલપત્રો તથા વજ્રપત્રોની પુષ્પકલિકામાં ગોઠવણીને ......કહે છે.

ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.

નીચેના શબ્દો વચ્ચેનો તફાવત આપો :

મુક્તસ્ત્રીકેસરી અને યુક્તસ્ત્રીકેસરી બીજાશય