વનસ્પતિને જીવવા માટે પાણીની જરૂર પડે છે. પરંતુ જ્યારે વધુ પડતું પાણી છોડને આપવામાં આવે તો તે મરી જાય છે. ચર્ચા કરો.
વનસ્પતિ પાણીનો ઉપયોગ વિવિધ ચયાપચયી ક્રિયાઓ જેવી કે પ્રકાશસંશ્લેષણ, બાષ્પોત્સર્જન અને શ્વસન માટે કરે છે. જયારે વનસ્પતિને વધુ પડતું પાણી આપવામાં આવે ત્યારે તે મરી જાય છે. કારણ કે વધુ પડતું પાણી માટીના કણો વચ્ચે ભરાયેલી હવાને દૂર કરે છે.
આથી, વનસ્પતિના મૂળ શ્વસન માટે ઑક્સિજન મેળવી શકતા નથી. એક વખત મૂળના કોષો મૃત બને પછી પાણી અને ખનીજ તત્ત્વોનું શોષણ પણ બંધ થઈ જાય છે પરિણામે ધીરે ધીરે છોડ મૃત્યુ પામે છે. વૃક્ષના થના આડા છેદમાં સમકેન્દ્રીત વલયો જોવા મળે છે. તેમને વૃદ્ધિ વલયો કહે છે.
લંબોતક હરિતકણમય મૃદુતક શેના પર્ણોમાં ગેરહાજર હોય છે ?
વૃદ્ધિ દરમિયાન .......માં વૃદ્ધિ પામતી વનસ્પતિમાં વાર્ષિક વલયો ભિન્ન હોય છે.
કઈ વર્ધનશીલ પેશી ઘેરાવામાં વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?
વાહક પેશી, યાંત્રિક પેશી અને ક્યુટીકલમાં ઘટાડો ..........નું લક્ષણ છે.
તંતુકેન્દ્રી વાહીપુલ શેમાં જાવા મળે છે?