પ્લાસ્ટર ઑફ પેરિસને ભેજયુક્ત પાત્રમાં સંગૃહીત કરવું જોઈએ. સમજાવો શા માટે ?
પ્લાસ્ટર ઓફ પેરિસ એ રાસાયણિક રીતે કેલ્શિયમ સલ્ફેટનો હેમી હાઇડ્રેટ $\left( {CaS{O_4} \cdot \frac{1}{2}{H_2}O} \right)$ છે. આથી જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે કઠણ અને મજબૂત ઘન પદાર્થ જિપ્સમમાં ફેરવાય છે. જેમ કે,
$CaS{O_4}.\frac{1}{2}{H_2}O{\kern 1pt} + 1{\kern 1pt} \frac{1}{2}{H_2}O{\kern 1pt} \to {\kern 1pt} CaS{O_4}.2{H_2}O{\kern 1pt} $
પ્લાસ્ટર ઓફ પેરિસ જિપ્સમ
આથી, પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજમુક્ત પાત્ર (વાસણ)માં સંગૃહીત કરવો જોઈએ.
ઍસિડને મંદ કરતી વખતે શા માટે ઍસિડને પાણીમાં ઉમેરવાની, નહિ કે પાણીને ઍસિડમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે ?
તાજા દૂધની $pH$ $6$ છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની $pH$ ના ફેરફાર વિશે તમે શું વિચારો છો ? તમારો ઉત્તર સમજાવો.
$10 \,mL$ $NaOH$ ના દ્રાવણનું $8 \,mL$ આપેલ $HCl$ ના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે. જો આપણે તે જ $NaOH$ નું $20 \,mL$ દ્રાવણ લઈએ, તો તેને તટસ્થ કરવા માટે $HCl$ ના દ્રાવણ (પહેલા હતું તે જ દ્રાવણ)ની જરૂરી માત્રા ......... $mL$.
તમને ત્રણ કસનળી આપવામાં આવેલ છે. તેમાંની એક નિસ્યંદિત પાણી ધરાવે છે અને બાકીની બે અનુક્રમે ઍસિડિક અને બેઝિક દ્રાવણ ધરાવે છે. જો તમને માત્ર લાલ લિટમસ પેપર આપેલ હોય, તો તમે દરેક કસનળીમાં રહેલાં ઘટકોની ઓળખ કેવી રીતે કરશો ?
શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે ?