પ્લાસ્ટર ઑફ પેરિસ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા દર્શાવતું સમીકરણ લખો.
શા માટે શુષ્ક $HCl$ વાયુ શુષ્ક લિટમસપેપરનો રંગ બદલતો નથી ?
તમારી પાસે બે દ્રાવણો $A$ અને $B$ છે. દ્રાવણ $A$ ની $pH$ $6$ અને દ્રાવણ $B$ ની $pH$ $8$ છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે ? આ પૈકી કયું ઍસિડિક અને કયું બેઝિક છે ?
શું બેઝિક દ્રાવણો પણ $H^+_{(aq)}$ આયનો ધરાવે છે ? જો હા તો તેઓ શા માટે બેઝિક હોય છે ?
સોડિયમ હાઇડ્રોજનકાર્બોનેટના દ્રાવણને ગરમ કરતાં શું થશે ? તેમાં થતી પ્રક્રિયા માટે સમીકરણ દર્શાવો.