વરસાદ શિરોલંબ દિશામાં $35 \;m s ^{-1} $ ની. ઝડપથી પડે છે. થોડા સમય બાદ હવા $12 \;m s ^{-1}$ ની ઝડપે પર્વથી પશ્ચિમ દિશામાં ફેંકાવા લાગે છે. બસ-સ્ટેન્ડ પર ઉભેલા છોકરાએ પોતાની છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ?

885-1

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

વરસાદ તથા હવાના વેગોને સદિશ $v _{ r }$ તથા $v _{ w }$ વડે આકૃતિ માં દર્શાવ્યા છે. તેમની દિશાઓ પ્રશ્નમાં આપ્યા મુજબ દર્શાવેલ છે. સદિશોના સરવાળા માટેના નિયમનો ઉપયોગ કરી $v _{ r }$ અને $v _{ w }$ નો પરિણામી $R$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.

$R$ નું માન,

$R=\sqrt{v_{r}^{2}+v_{w}^{2}}=\sqrt{35^{2}+12^{2}} m s ^{-1}=37 m s ^{-1}$

જો પરિણામી સદિશ $R$ શિરોલંબ દિશા સાથે $\theta$ ખૂણો બનાવતો હોય તો,

$\tan \theta=\frac{v_{w}}{v_{r}}=\frac{12}{35}=0.343$

અથવા $\quad \theta=\tan ^{-1}(0.343)=19^{\circ}$

આમ, છોકરાએ પોતાની છત્રી ઊર્ધ્વ સમતલમાં શિરોલંબ સાથે $19^{\circ}$ ના ખૂણે પૂર્વ તરફ રાખવી જોઈએ

Similar Questions

પતંગિયુ $4 \sqrt{2} \,{m} / {s}$ ના વેગથી ઉત્તર-પૂર્વ દિશામાં ગતિ કરે છે. પવન $1\;{m} / {s}$ ના વેગથી ઉતરથી દક્ષિણ તરફ વહે છે. $3\, seconds$ માં પતંગિયાનું પરિણામી સ્થાનાંતર ($m$ માં) કેટલું હશે?

  • [JEE MAIN 2021]

શાંત પાણીમાં એક તરવૈયાની ઝડપ $20 \;m/s$ છે. નદીના પાણીની ઝડપ $10\; m/s$ છે અને તે પૂર્વ તરફ વહે છે. જો તે દક્ષિણ કિનારે ઉભો છે અને તે લઘુત્તમ અંતરે નદી પાર કરવા ઈચ્છે છે, તો ઉત્તરની સાપેક્ષે પશ્ચિમે તેને ક્યા ખૂણે તરવું જોઈએ?

  • [NEET 2019]

રામ $6 \,m / s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ ઉત્તર-પૂર્વના $30^{\circ}$ ના ખૂણે $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તો તેના સાપેક્ષ વેગનું મુલ્ય .............  $m / s$ થાય ?

$10 \,km\,h^{-1}$ ઝડપે પશ્વિમ દિશામાં એક વહાણ $A$ ગતિ કરે છે અને તેનાથી $100\;km$ દૂર દક્ષિણમાં રહેલું બીજું એક વહાણ $B$ ઉત્તર દિશામાં $10\,km\,h^{-1} $ ની ઝડપે ગતિ કરે છે. કેટલા સમય ($hr$ માં) પછી તેમની વચ્ચેનું અંતર લઘુત્તમ થશે?

  • [AIPMT 2015]

$2\,m$ પહોળાઈનો ટ્રક સીધા આડા રસ્તા પર $v _0=8\,m / s$ ના નિયમિત વેગથી ગતિ કરે છે. એક રાહધરી $v$ જેટલા નિયમિત વેગ થી રોડ ક્રોસ કરે છે જ્યારે ટ્રક તેનાથી $4\,m$ દૂર હોય છે. તે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરે તે માટે $v$ ની ન્યુનત કિંમત $...........\frac{m}{s}$