5.Molecular Basis of Inheritance
medium

ફ્રેડરિક ગ્રિફિથ, એવરી, મેકિલઓડ અને મેકકાર્ટિ દ્વારા થયેલા પ્રયોગને યાદ કરો જેમાં $DNA$ જનીન દ્રવ્ય છે, તે ધારણા કરાઈ હતી. જો $DNA$ ને બદલે $RNA$ જનીન દ્રવ્ય હોય તો ગરમીથી મૃત્યુ પામેલ ન્યુમોકોકસ $R\,-$ સ્ટ્રેઇનને, હાનિકારક $S-$ સ્ટ્રેઇનમાં ફેરવી શકશે ? સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$1928$ માં ફ્રેડરિક ગ્રિફિથ સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની – Streptococcus pneumoniae (બૅક્ટેરિયા કે જે ન્યુમોનિયા માટે જવાબદાર છે) સાથેના શ્રેણીબદ્ધ પ્રયોગોમાં બૅક્ટેરિયામાં થતા ચમત્કારિક રૂપાંતરણની ઘટનાના સાક્ષી રહ્યા હતા. તેમના પ્રયોગ દરમિયાન જીવંત (બૅક્ટેરિયા)ના ભૌતિક સ્વરૂપમાં પરિવર્તન થયું હતું.

          જ્યારે સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની (ન્યુમોકોક્સ) બૅક્ટેરિયા સંવર્ધન પ્લેટ પર વૃદ્ધિ કરે છે ત્યારે કેટલાક લીસી ચળકતી કોષોની વસાહત $(S)$ જ્યારે કેટલાક ખરબચડી વસાહત $(R)$ નું નિર્માણ કરે છે. આવું થવાનું કારણ $S$ સ્ટ્રેઇન ( $S$ જાત) બૅક્ટેરિયામાં શ્લેષ્મ (પોલિસેકેરાઈડ્સ)નું આવરણ હોય છે જ્યારે $R$ સ્ટ્રેઇનમાં આવું હોતું નથી. જ્યારે ઉંદરને $S$ સ્ટ્રેઇન (ઝેરી) વડે ચેપગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે ન્યુમોનિયાના ચેપથી તે મૃત્યુ પામ્યા. પણ ઉંદરને $R$ સ્ટ્રેઇન વડે અસરગ્રસ્ત કરવામાં આવ્યા ત્યારે તેઓને ન્યુમોનિયા થયો નહિ.

          $S$ સ્ટ્રેઈન $\to $  ઉંદરમાં અંતઃક્ષેપણ $\to $  ઉંદર મૃત્યુ પામ્યા.

         $R$ સ્ટ્રેઇન  $\to $  ઉંદરમાં અંતઃક્ષેપણ  $\to $  ઉંદર જીવંત પામ્યા.

          ગ્રિફિથે બૅક્ટેરિયાને ગરમ કરીને મૃત કર્યા. તેણે જોયું કે ગરમ કરવાથી મૃત $S$ સ્ટ્રેઇન બૅક્ટેરિયા ઉંદરમાં દાખલ કરાવવાથી ઉંદરનું મૃત્યુ ન થયું. જ્યારે તેણે ગરમીથી મૃત કરેલ $S$ સ્ટ્રેઈન અને જીવંત $R$ સ્ટ્રેઇનનું મિશ્રણ ઉંદરમાં દાખલ કર્યું, તો ઉંદર મૃત્યુ પામ્યા. વધુમાં, આ મૃત ઉંદરમાંથી તેઓએ જીવંત $S$ બૅક્ટેરિયા પ્રાપ્ત કર્યા.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.