ઇલેકટ્રોનની સ્થિર દળ ઊર્જા $0.51 \ MeV$ છે.તો ઇલેકટ્રોનના $0.8 \ c$ વેગથી ગતિ કરે,ત્યારે ગતિઊર્જામાં ............. $MeV$ વધારો થાય?

  • A

    $0.28$

  • B

    $0.34$

  • C

    $0.39$

  • D

    $0.46$

Similar Questions

ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15}\ Hz$ છે. જ્યારે $4000\ \mathring A $ તરંગ લંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.

પ્રકાશના બિંદુવત સ્ત્રોત વડે પ્રકાશિત કરેલ એક ફોટો ઈલેક્ટ્રીક સેલ $1\ m$ દૂર મૂકેલો છે. જો સ્ત્રોતને $2\ m$ દૂર મૂકવામાં આવે તો.....

નીચેની બે સંખ્યાઓનો અંદાજ મેળવવો રસપ્રદ રહેશે. પહેલી સંખ્યા તમને એ કહેશે કે શા માટે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવી જરૂરી નથી ! બીજી સંખ્યા એ કહેશે કે ભલેને માંડ પારખી શકાય તેવો પ્રકાશ હોય તો પણ શા માટે આપણી આંખ ક્યારેય ફોટોનની ગણતરી કરી શકતી નથી.

$(a)$ $500\, m$ તરંગલંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા $10\, kW$ પાવરના મિડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી એક સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા,

$(b)$ સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા જેનો મનુષ્યો અહેસાસ કરી શકે$( \sim {10^{ - 10}}\,W\,{m^{ - 2}})$ તેને અનુરૂપ આપણી આંખની કીકીમાં દર સેકંડે દાખલ થતા ફોટોનની સંખ્યા, આંખની કીકીનું ક્ષેત્રફળ આશરે $0.4\,c{m^2}$ લો અને સફેદ પ્રકાશની સરેરાશ આવૃત્તિ આશરે $6 \times {10^{14\,}}\,Hz$ લો.

$100\,W$ જેટલો પાવર ધરાવતા પ્રકાશના બે ઉદગમો પૈકી એક, $1\, nm$ તરંગલંબાઈવાળા $X-$ rays નું તથા બીજું ઉદગમ $500\, nm$ તરંગલંબાઈવાળા દેશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો તમેના દ્વારા (આપેલા સમયમાં) ઉત્સર્જાતા ફોટોન્સની સંખ્યાનો ગુણોત્તર શોધો. 

${10^{ - 6}}\ {m^2}$ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર ${10^{ - 10}}\ W/{m^2}$ તીવ્રતા અને $5.6 \times {10^{ - 7}}\ m$ તરંગલંબાઇ ધરાવતો પ્રકાશ આપાત થાય છે તો એક સેકન્ડમા પડતા ફોટોનની સંખ્યા કેટલી હશે?