દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો
જાલાકાર શિરાવિન્યાસ એ દ્વિદળીનું અને સમાંતર શિરાવિન્યાસ એ એકદળીનું લક્ષણ છે. પરંતુ આ સામાન્યીકરણ (Generalisation)માં કેટલાંક અપવાદ પણ જોવા મળે છે. જેમ કે કેટલીક દ્વિદળી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ઉદા., કેલોફાયલમ (Calophyllum), કોરીમ્બિયમ (Corymbium) વગેરે અને કેટલીક એકદળી વનસ્પતિઓમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. જેવા કે એલોકેસીયા (Alocasia), સ્માઇલેક્સ (Smilex) વગેરે.
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
નીચેનામાંથી કયો પર્ણનો ભાગ નથી?
તેમાં પર્ણમાં ખોરાકનો સંગ્રહ થાય છે.
નીચેનામાંથી કયું યોગ્ય રીતે સંગત છે?
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?