દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો
જાલાકાર શિરાવિન્યાસ એ દ્વિદળીનું અને સમાંતર શિરાવિન્યાસ એ એકદળીનું લક્ષણ છે. પરંતુ આ સામાન્યીકરણ (Generalisation)માં કેટલાંક અપવાદ પણ જોવા મળે છે. જેમ કે કેટલીક દ્વિદળી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે. ઉદા., કેલોફાયલમ (Calophyllum), કોરીમ્બિયમ (Corymbium) વગેરે અને કેટલીક એકદળી વનસ્પતિઓમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે. જેવા કે એલોકેસીયા (Alocasia), સ્માઇલેક્સ (Smilex) વગેરે.
સમાંતર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિ ..........છે.
આ પ્રકારના પર્ણમાં બધી જ પર્ણિકાઓ એક જ બિંદુુ સાથે જોડાયેલ હોય છે ?
તમે કેટલીક કીટાહારી વનસ્પતિઓ વિશે સાંભળ્યું હશે કે કીટકો ખાય છે. નિપેન્થસ $( \mathrm{Nepenthes} )$ અથવા કળશપર્ણ $( \mathrm{Pitcher \,\,Plant} )$ એ તેમાંનું એક ઉદાહરણ છે. જે સામાન્ય રીતે છીછરા પાણીમાં અથવા ભેજવાળી જગ્યાએ ઊગે છે. કળશપર્ણમાં ક્યો ભાગ રૂપાંતર પામેલો છે ? આ રૂપાંતર વનસ્પતિને ખોરાક મેળવવામાં કઈ રીતે મદદ કરે છે છતાં પણ તે અન્ય વનસ્પતિઓની જેમ પ્રકાશસંશ્લેષણ કરે છે ?
તે શિરા અને શિરિકાઓ ધરાવતો પર્ણનો ભાગ છે.
સપ્તપર્ણીમાં જોવા મળે.