$0.08\, M$ હાયપોક્લોરસ ઍસિડ ( $HOCl$ ) દ્રાવણની $pH$ ગણો. ઍસિડનો આયનીકરણ અચળાંક $2.5 \times 10^{-5}$ છે. $HOCl$ નું ટકામાં વિયોજન ગણો.
નિર્બળ એસિડ $HA$ $\left( {{K_a} = 1.4 \times {{10}^{ - 5}}} \right)$ ના $0.1$ $M$ ને $2$ લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલ છે તો એસિડના વિયોજનના ટકા તથા દ્રાવણની $pH$ ગણો.
$5 \times 10^{-3} \,M\, H_2CO_3$ દ્રાવણનું $10%$ વિયોજન થાય તો આયનની $H^+$ સાંદ્રતા $= …….$
$5.0$ $pH$ ધરાવતા દ્રાવણનું $100$ ગણું મંદન કરવાથી મળતા દ્રાવણની $pH$ ગણો.
$H _{2} S$ નો પ્રથમ આયનીકરણ અચળાંક $9.1 \times 10^{-8}$ છે. તેના $0.1$ $M$ દ્રાવણમાં $HS ^{-}$ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં $0.1 \,M$ $HCl$ હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે. જો $H _{2} S$ નો બીજો આયનીકરણ અચળાંક $1.2 \times 10^{-13}$ હોય તો બન્ને પરિસ્થિતિમાં $S^{2-}$ આયનની સાંદ્રતા ગણો.