એક સમઘનની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈના માપન પરથી માપવામાં આવે છે. જો દળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $3\%$ અને $2 \%$ હોય, તો સમઘનની ઘનતાની ગણતરીમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
$12$
$14$
$7$
$9$
ગુરુત્વાકર્ષણને લીધે સાવાતા પ્રવેગને સાદા લોલકનો ઉ૫યોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સંબંધિત ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?
અવરોધ $R_1 = 300 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 500 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થાય ?
એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિઓ પૈકી કોને એકમ હોય અને કોને એકમ ન હોય ?
સ્ક્રૂ ગેજ (લઘુત્તમ ગણાતરી $0.001 \,cm$ ) ની મદદથી માપવામાં આવેલી પેન્સિલની જાડાઈ $0.802 \,cm$ છે. માપનમાં પ્રતિશત ત્રુટી ....... $\%$ છે.