કણનો સ્થાનાંતર $(x)$ -સમય $(t)$ નો આલેખ આકૃતિમાં દર્શાવવામાં આવ્યો છે. નીચેનામાંનું કયું સાયું છે?

212943-q

  • A

    કણ એ શૂન્ય વેગ અને ચલિત પ્રવેગથી શરૂ થાય છે

  • B

    કણ એ અશૂન્ય વેગ અને ચલિત પ્રવેગથી શરૂ થાય છે

  • C

    કણ એ શૂન્ય વેગ અને એકસમાન પ્રવેગ સાથે શરૂ થાય છે

  • D

    કણ એ અશૂન્ય વેગ અને એકસસાન પ્રવેગથી શરૂ થાય છે

Similar Questions

$t$ સમય માં કોઈ પદાર્થે કાપેલ અંતર $t^3$ ના સમપ્રમાણમાં છે. તો પદાર્થની ગતિ માટે પ્રવેગ-સમય $(a, t)$ નો આલેખ કયો થશે?

  • [AIEEE 2012]

પ્રવેગ એટલે શું ? તેની દિશા કઈ હોય છે તથા તેનો $SI$ એકમ જણાવો. 

ગતિમાન પદાર્થનો કોઈ પણ સમયગાળામાં સરેરાશ પ્રવેગ અને પ્રવેગ સમાન ક્યારે લઈ શકાય ?

નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો :

$(a)$  જો કણે કાપેલું અંતર શૂન્ય હોય તો તેનું સ્થાનાંતર ....... હોય.

$(b)$ નિયમિત પ્રવેગ $a$ સાથે ગતિ કરતાં એક પદાર્થ માટે $\Delta t$ સમયગાળા દરમિયાન વેગમાં થતો ફેરફાર .........

$(c)$ પદાર્થના સ્થાનમાં થતાં ફેરફારના સમયદરને .......... કહે છે.

એક પદાર્થ $x=0$ સ્થાને સ્થિર સ્થિતિમાં છે. તે $t=0$ સમયે ધન $x$ દિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે. આ જ સમયે બીજો એક પદાર્થ પણ $x =0$ સ્થાનેથી ધન $x$ દિશામાં અચળ ઝડપથી ગતિ કરે છે. $t$ સમય પછી પ્રથમ પદાર્થનું સ્થાન $x _{1}(t)$ વડે તથા સમાન સમય અંતરાલ પછી બીજા પદાર્થનું સ્થાન $x _{2}(t)$ વડે અપાય છે. નીચેનામાંથી ક્યો આલેખ $\left( x _{1}- x _{2}\right)$ ને સમય $t$ ના વિધેય તરીકે સાચી રીતે દર્શાવે છે?

  • [AIEEE 2008]