પ્રગામી તરંગનું સ્થાનાંતર $y = A\,sin \,(\omega t - kx)$ વડે દર્શાવવામાં આવે છે. જ્યાં $x$ એ અંતર અને $t$ એ સમય છે તો $(i)$ $\omega $ અને $(ii)$ $k$ ના પારિમાણિક સૂત્રો લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમરૂપતાના સિદ્ધાંત પરથી ડાબી બાજુના પરિમાણ = જમણી બાજુનું પરિમાણ થવા જોઈએે.

અહીં ડાબી બાજુ $y$ના પરિમાણ$\left[\mathrm{L}^{1}\right]$

જમણી બાજુ ત્રિકોણમિતીય. વિધેય છે તેથી

$\omega t-k x=$ પરિમાણરહિત

$\therefore[\omega t]=[k x]=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{0} \mathrm{~T}^{0}\right]$

$\therefore[\omega t]=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{0} \mathrm{~T}^{0}\right]$ અને $[k x]=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{0} \mathrm{~T}^{0}\right]$

$\therefore[\omega]=\frac{1}{[t]}$ અને $[k]=\frac{1}{[x]} \quad\left[\because \mathrm{M}^{0} \mathrm{~L}^{-1} \mathrm{~T}^{0}\right]$

$=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{0} \mathrm{~T}^{-1}\right] \quad=\left[\mathrm{M}^{0} \mathrm{~L}^{-1} \mathrm{~T}^{0}\right]$

Similar Questions

$y\, = \,{x^2}r\, + \,{M^1}{L^1}{T^{ - 2}}$ પારિમાણિક દૃષ્ટિએ સાચું હોય, તો $x^2$ નું પારિમાણિક સૂત્ર મેળવો. ( $r$ એ સ્થાનાંતર દશવિ છે.) 

જો બળ $ (F),$ વેગ $(V)$ અને સમય $(T)$ ને મૂળભૂત એકમ તરીકે લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?

  • [AIPMT 2014]

$\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ સમીકરણમાં $\mathrm{ab}^{-1}$ નું પારમાણીક સૂત્ર શુ થશે? જ્યાં સંજ્ઞા તેમના પ્રમાણિત અર્થ ધરાવે છે.

  • [JEE MAIN 2024]

પૃથ્વી સૂર્ય પાસેથી દર મિનિટે પ્રતિ $cm^2$ સપાટી પર $2\ cal (1\ cal = 4.18\ J)$ ઉષ્મા ઉર્જા મેળવે છે જેને સોલાર અચળાંક કહે છે તો તેનું $SI$ માં મૂલ્ય કેટલું થશે?

એક બળને $\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}$ વડે દર્શાવેલ છે. જયાં, $\mathrm{x}=$ અંતર અને $\mathrm{t}=$ સમય છે. તો $\mathrm{b}^2 / \mathrm{a}$ ના પરિમાણ........

  • [JEE MAIN 2024]