જો વેગ $[V],$ સમય $[T]$ અને બળ $[F]$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે, તો દળનું પરિમાણ શું થાય?
આપેલ સૂત્ર $P = El^2m^{-5}G^{-2}$ માં $E$, $l$, $m$ અને $G$ અનુક્રમે ઊર્જા, કોણીય વેગમાન, દ્રવ્યમાન અને ગુરુત્વાકર્ષી અચળાંક છે, તો $P$ એ પરિમાણરહિત રાશિ છે તેમ દર્શાવો.
$(\rho )$ ઘનતા $(r)$ ત્રિજ્યા $(S)$ પૃષ્ઠતાણ ધરાવતા પ્રવાહીના ટીપાંના દોલનોનો આવર્તકાળ $(T)$ નો કયો સંબંધ સાચો પડે?
$l$ લંબાઈ અને $r$ ત્રિજયાવાળી નળીમાંથી ટર્પેન્ટાઇલ તેલ વહે છે. નળીના બંને છેડેના દબાણનો તફાવત $P$ છે. તેલનો શ્યાનતાગુણાંક $\eta=\frac{P\left(r^{2}-x^{2}\right)}{4 v l}$ સૂત્રથી આપવામાં આવે છે, જયાં $v$ એ નળીના અક્ષની $x$ અંતરે તેલનો વેગ દર્શાવે છે. $\eta$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
કોઇ પદ્ધતિમાં પ્રકાશનો વેગ $(c)$, ગુરુત્વાકર્ષણ અચળાંક $(G)$ અને પ્લાન્ક અચળાંક $(h)$ ને મૂળભૂત એકમો તરીકે લીધેલા છે. તો આ નવી પદ્ધતિ મુજબ સમયનું પરિમાણિક સૂત્ર શુ થાય?