ટેન્કર સ્થિર છે ત્યારે તેમાં રહેલાં પ્રવાહીની સપાટી સમક્ષિતિજ છે. જ્યારે ટેન્કર પ્રવેગિત ગતિ કરે છે, ત્યારે પ્રવાહીની મુક્ત સપાટી $\theta $ ખૂણે ઢળે છે. જો ટેન્કરનો પ્રવેગ $\mathrm{a}$ હોય, તો મુક્ત સપાટીનો ઢાળ શોધો.
ટેન્કર પ્રવેગિત ગતિ કરશે ત્યારે પ્રવાહી પર આભાસી બળ $(pseudo\,force)$ લાગશે. તેથી તેની સપાટી સમક્ષિતિજ નહીં રહે.
પ્રવાહીનો $d m$ દળ ધરાવતો કણ વિચારો. તેના પર લાગતાં બળો આકૃતિમાં દર્શાવ્યા છે. સમતોલન સ્થિતિમાં છે તેથી ઢાળને સમાંતર લાગતાં બળો માટે, $(d m) a \cos \theta=(d m) g \sin \theta$ (જ્યાં $(d m)) a$ એે પ્રવેગની વિરૂદ્ધ દિશામાં આભાસી લાગતું બળ છે)
$\therefore a \cos \theta=g \sin \theta$
$\therefore \tan \theta=\frac{a}{g}=$ ઢાળ
$900 Kg/m^3$ ઘનતા ધરાવતો બરફનો ટુકડો $1000 Kg/m^3 $ ઘનતા ધરાવતા પાણીમાં તરે છે,બરફનું ....... $\%$ કદ પાણીની બહાર રહે .
$R$ ત્રિજયાના નક્કર ગોળાની અંદર $r$ ત્રિજ્યાનો પોલો ભાગ છે જે લાકડાના વહેરથી ભરેલો છે.નક્કર અને લાકડાના વહેરની સાપેક્ષ ઘનતા $2.4$ અને $0.3$ છે.સંપૂર્ણ કદ પાણીની અંદર હોય તે રીતે ગોળાને તરવા માટે નક્કર અને લાકડાના વહેરના દળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?
પ્રવાહી ધરાવતું એક પાત્ર એ સમક્ષિતિજ દિશામાં $19.6\,m /s ^2$ જેટલો અચળ પ્રવેગ ધરાવે છે. પાણીની મુક્ત સપાટી સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવે છે ?
$\rho $ ઘનતાવાળો સમઘન પાણી પર તરે છે. બ્લોકની લંબાઈ $\mathrm{L}$ છે. તેમાંથી $\mathrm{x}$ જેટલો ભાગ પાણીમાં ડૂબેલો છે. આ પત્ર એલિવેટરમાં $( \mathrm{Elevator} )$ છે. પાકને ઊર્ધ્વદિશામાં $\mathrm{a}$ જેટલા પ્રવેગથી ગતિ કરાવવામાં આવે છે, તો બ્લોકનો કેટલો ભાગ પાણીમાં ડૂબશે ?
પાણીમાં તરતી હિમશીલાનો કેટલોક ભાગ પાણીમાં ડૂબેલો છે. જો બરફની ઘનતા ${\rho _i} = 0.917\,g/c{m^3}$ હોય, તો ડૂબેલો ભાગ શોધો.