એક લાકડાનું સમઘન ચોસલું તેના પર મૂકેલા $200 \,gm$ દળ સાથે પાણીના અંદરના ભાગમાં તરે છે, જ્યારે દળ દૂર કરવામાં આવે છે, ત્યારે સમઘન એ તેની ટોચની સપાટી પાણીના સ્તરથી $2 \,cm$ ઉપર તરે છે, તો સમઘનની બાજુની લંબાઈ ......... $cm$ છે
$6$
$8$
$10$
$12$
હવામાં $3 \,kg$ વજનના ધાતુના ગોળાને દોરી વડે એવી રીતે લટકાડવામાં આવે છે કે તે $0.8$ સાપેક્ષ ઘનતા ધરાવતા પ્રવાહીમાં સંપૂર્ણ ડૂબેલો રહે. ધાતુની સાપેક્ષ ઘનતા $10$ છે તો દોરીમાં તણાવ ......... $N$ છે.
એક નાનો અને બીજો મોટો એમ બે બૂચને પાણી ભરેલા પત્રના તળિયે લઈ જઈને છોડી દેતાં ક્યો બૂચ વધુ ઝડપથી ઉપર આવશે ? કેમ ?
સમઘન બ્લોકનું અડધું કદ ડુબેલું છે,પાત્રને $g/3$ પ્રવેગથી ઉપર તરફ ગતિ કરાવવાથી ડુબેલું નવું કદ કેટલું થાય?
એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
નદીના પાણી કરતા દરિયાના પાણીમાં તરવું સરળ કેમ છે ? તે સમજાવો ?