એક કણનો સ્થાન સદિશ $ \vec r = 3{t^2}\hat i + 4{t^2}\hat j + 7\hat k $ હોય તો $10$ સેકન્ડમાં ......... $m$ સ્થાનાંતર થાય.
$500$
$300$
$150 $
$100$
બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવાનું સમીકરણ લખો.
કોઈ સદિશ $\vec A $ માથી એક નવો સદિશ $\vec B$ મેળવવા માટે તેને $\Delta \theta$ રેડિયન $( \Delta \theta << 1)$ જેટલું કોણાવર્તન કરાવવામાં આવે છે. તો આ કિસ્સામાં $\left| {\vec B - \vec A} \right|$ શું થશે?
બે સદિશોના પરિણામી સદિશનું મહત્તમ મૂલ્ય $17\, unit$ અને ન્યુનતમ મૂલ્ય $7\, unit$ છે,તો આ બંને સદિશો લંબ હોય,તો તેના પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થશે?
ત્રણ છોકરીઓ $200\, m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે તે સપાટીની કિનારી પર બિંદુ $P$ થી સ્કેટિંગ શરૂ કરે છે તથા $P$ ના વ્યાસાંત બિંદુ $Q$ પર જુદા જુદા પથો પર થઈનેઆકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું થશે?
$\overrightarrow A = 4\hat i - 3\hat j$ અને $\overrightarrow B = 6\hat i + 8\hat j$ હોય તો , $\overrightarrow A \, + \overrightarrow B $ નુ મુલ્ય અને દિશા મેળવો.