સ્ટીલની સમપ્રમાણાતા સીમા $8 \times 10^8\,N / m ^2$ છે અને યંગમોડ્યુલસ. $2 \times 10^{11} \,N / m ^2$ છે તો મહત્તમ થતું વિસ્તરણ તેની સ્થિતીસ્થાપક સીમા બાદ $1 \,m$ લાંબા સ્ટીલમાં ........... $mm$
$2$
$4$
$1$
$8$
$'L'$ લંબાઈઓ અને $A$ જેટલો આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તારના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ છે. જો તારની લંબાઈ બમણી કરવામાં આવે અને આડછેદનું ક્ષેત્રફળ અડધું કરવામાં આવે તો યંગમોડયુલસ_______થશે.
એક સ્ટીલના સળિયાની લંબાઈ $1\,m$ અને આડછેદનું ક્ષેત્રફળ $1\,cm^2$ છે. આ તારને $0\,^oC$ થી $200\,^oC$ સુધી ગરમ કરવા દેવામાં આવે પણ સળિયાની લંબાઈમાં વધારો થતો નથી કે સળિયો વાંકો વળતો નથી, તો સળિયામાં ઉદ્ભવતું તણાવ શોધો. $(Y = 2.0 \times 10^{11}\,Nm^{-2}$, $\alpha = 10^{-5} C^{-1}$ છે.$)$
સમાન આડછેદ ધરાવતા $1.0\, m$ લંબાઈના કોપરના અને $0.5\, m$ લબાઈના સ્ટીલના તારને જોડેલા છે.આ તારને અમુક તણાવ આપીને ખેચતા કોપરના તારમાં $1\, mm$ નો વધારો થાય છે.જો કોપર અને સ્ટીલના યંગ મોડ્યુલૂસ અનુક્રમે $1.0\times10^{11}\, Nm^{-2}$ અને $2.0\times10^{11}\, Nm^{- 2}$ હોય તો તારની લંબાઈમાં કુલ ....... $mm$ વધારો થયો હશે.
જો એક સળિયાના તાપમાનમાં એવી રીતે વધારો કરવામાં આવે કે જેથી સળિયાનું રેખીય પ્રસરણ ન થાય, તો સળિયામાં ઉદ્ભવતું પ્રતિબળ ....... પર આધારિત નથી.
બે સમાન દ્રવ્યના તાર $A$ અને $B$ જેની ત્રિજ્યા અને લંબાઇનો ગુણોત્તર અનુક્રમે $2:1$ અને $4:1$ છે બંનેની લંબાઈમાં સમાન ફેરફાર કરવા માટે લગાવવા પડતાં લંબબળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ $ ?$