ગોળાકાર વરસાદના ટીપાંનો અંતિમ (ટર્મીનલ) વેગ ($v_t$) ધણાં બધા પ્રાચલો ઉપર આધાર રાખે છે. પરંતુ $\left(v_{t}\right)$ નો ગોળાકાર વરસાદના ટીપાંની ત્રિજ્યા $(r)$ સાથેનો ફેરફાર......... પર આધાર રાખે છે.
$r^{1 / 2}$
$r$
$r^{2}$
$r ^{3}$
સ્નિગ્ધ પ્રવાહીમાં પદાર્થ જ્યારે શિરોલંબ રીતે પડતો હોય ત્યારે તેના પર બળ $F = -kv$ ($k$ અચળાંક છે) લાગે તો તેના માટે વેગ $v$ અને પ્રવેગ $a$ માટેનો સાચો ગ્રાફ નીચેનામાથી કયો થશે?
$1 \,\mu m$ ત્રિજ્યા ધરાવતું પાણીનું એક ટીપું જ્યાં ઉત્પ્લાવક બળ ના પ્રવર્તતું હોય તેવી જગ્યાએ પડે છે હવા માટે શ્યાનતા ગુણાંક $1.8 \times 10^{-5} \,Nsm ^{-2}$ અને તેની ધનતા પાણીની ધનતા $\left(10^{6} \,gm ^{-3}\right)$ કરતા અવગણી શકાય તેટલી છે. પાણીના ટીપાંનો અન્ય (ટર્મિનલ) વેગ............ $\times 10^{-6}\,ms ^{-1}$ હશે. (ગુરુત્વકર્ષી પ્રવેગ =$10$ $ms$ ${ }^{-2}$ લો.)
એક શ્યાન પ્રવાહીમાં એક સોનાનાં ગોળાનો ટર્મીનલ વેગ $0.2 \;m / s$ છે. (સોનાની ધનતા $19.5 \;kg / m ^{3}$, શ્યાન પ્રવાહીની ઘનતા $1.5 \;kg / m ^{3}$ ) તો તેટલા જ પરિમાણ વાળા ચાંદીનાં ગોળાનો તે જ પ્રવાહમાં ટર્મીનલ વેગ કેટલો થાય? (ચાંદીની ધનતા $10.5 \;kg / m ^{3}$ છે.)
$1\,mm$ ત્રિજ્યા અને $10.5\,g / cc$ ની ધનતા ધરાવતી ગોળીને $9.8$ પોઈઝ શ્યાનતા ગુણાંક અને $1.5\,g / cc$ ધનતા ધરાવતા ગ્લિસરીનમાં પડવા દેવામા આવે છે. જયારે ગોળી અચળ વેગ પ્રાપ્ત કરે ત્યારે શ્યાનતાનું બળ $3696 \times 10^{-x}\,N$ છે.તો $x$ નું મૂલ્ય કેટલું હશે ?
$( g =9.8\,m / s ^2$ આપેલું છે.)
જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે?
[પાણીની ઘનતા $f_{{w}}=1000 \;{kg} {m}^{-3}$ અને હવાની ઘનતા $f_{{a}}=1.2 \;{kg} {m}^{-3}, {g}=10 \;{m} / {s}^{2}$ હવાનો શ્યાનતાગુણાંક $=18 \times 10^{-5}\; {Nsm}^{-2}$ ]