$ \hat i - 3\hat j + 2\hat k $ અને $ 3\hat i + 6\hat j - 7\hat k $ ,ના સરવાળામાં કયો સદિશ ઉમેરવાથી Y-દિશાનો એકમ સદિશ મળે?
$ 4\hat i + 2\hat j + 5\hat k $
$ - 4\hat i - 2\hat j + 5\hat k $
$ 3\hat i + 4\hat j + 5\hat k $
શૂન્ય સદિશ
નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો :
$(a)$ $\quad| a + b | \leq| a |+| b |$
$(b)$ $\quad| a + b | \geq| a |-| b |$
$(c)$ $\quad| a - b | \leq| a |+| b |$
$(d)$ $\quad| a - b | \geq| a |-| b |$
તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે ?
અસમાન મૂલ્યના ત્રણ સદિશોનો પરિણામી સદિશ શૂન્ય સદિશ હોઈ શકે ?
એક ઓરડાના પરિમાણ $ 10\,m \times 12\,m \times 14\,m. $ હોય તો એક પતંગિયું એક ખૂણેથી,વિકર્ણના સામેના ખૂણે જાય, તો તેના દ્વારા થયેલા સ્થાનાંતરનું મુલ્ય કેટલા......... $m$ હશે?
$\overrightarrow A + \overrightarrow B + \overrightarrow C= 0$ આપેલ છે. ત્રણ સદિશ પૈકી બે સદિશોનું મૂલ્ય સમાન છે. અને ત્રીજા સદિશનું મૂલ્ય $\sqrt 2 $ ગણું કે જે બે સમાન મૂલ્ય સિવાયનું છે. તો સદિશો વચ્ચેના ખૂણાઓ શું હશે ?
$10\, N$ અને $6\, N$ બે બળોનો સદિશ સરવાળો ......... $N$ થઈ શકે નહીં