આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમબાજુ ત્રિકોણ $ ABC $ નાં શિરોબિંદુઓ પર $ +q$ વિદ્યુતભાર મૂકેલા છે.ત્રિકોણની બાજુઓ $BC$ અને $AC$ ની લંબાઇ $ 2a$ છે. બિંદુ $D$ અને બિંદુ $E$ એ અનુક્રમે $BC$ અને $AC$ નાં મઘ્યબિંદુઓ છે.વિદ્યુતભાર $Q $ ને $D$ થી $E$ સુધી લઇ જવા કેટલું કાર્ય કરવું પડે?
$\;\frac{{3qQ}}{{4\pi {\varepsilon _0}a}}$
$\;\frac{{3qQ}}{{8\pi {\varepsilon _0}a}}$
$\;\frac{{qQ}}{{4\pi {\varepsilon _0}a}}$
શૂન્ય
એકસમાન વિદ્યુતભાર $q$ અને $3a$ ત્રિજ્યા ધરાવતી રિંગને $x-y$ સમતલમાં ઉગમબિંદુ પર મૂકેલી છે.બિંદુવત વિજભાર $q$ રિંગ તરફ $z-$ દિશામાથી આવે છે જેનો $z = 4a$ એ વેગ $v$ છે.$v$ નું ન્યુનત્તમ મૂલ્ય કેટલું હોવું જોઈએ કે જેથી તે ઉગમબિંદુમાથી પસાર થાય?
એકલ વિધુતભારના લીધે બાહ્ય ક્ષેત્રમાં વિધુતઊર્જાનું સૂત્ર મેળવો.
જો $H_{2}$ અણુના બેમાંથી એક ઇલેક્ટ્રૉન દૂર કરવામાં આવે તો આપણને હાઈડ્રોજન આણ્વિક આયન $H _{2}^{+}$ મળે. $H _{2}^{+}$ ની ધરાસ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ $1.5\;\mathring A$ છે અને ઇલેક્ટ્રૉન દરેક પ્રોટોનથી લગભગ $1 \;\mathring A$ અંતરે છે. આ તંત્રની સ્થિતિઊર્જા શોધો. સ્થિતિઊર્જાના શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો.
વિધુતસ્થિતિમાન અને વિધુતસ્થિતિ-ઊર્જા વચ્ચેનો તફાવત લખો.
બે બિંદુઓ $P$ અને $Q$ આગળ વિદ્યુતસ્થિતિમાનમાં મૂલ્યો અનુક્રમે $10\; V$ અને $-4 \;V$ છે. તો $100$ ઈલેક્ટ્રોનને બિંદુ $P$ થી $Q$ પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?