નીચે સંયોજનોની ત્રણ જોડ આપેલ છે. નીચેની દરેક જોડીમાંથી સમૂહ $-13$ નું તત્ત્વ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું શોધો અને તે કેમ સ્થાયી છે તેનું કારણ આપો : $(A)$ $TlCl_3, TlCl$ $(B)$ $AlCl, AlCl$ $(C)$ $InCl_3, InCl$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(A)$ $\mathrm{TlCl}$ એ $\mathrm{TlCl}_{3}$ કરતાં વધારે સ્થાયી છે.જે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે થાય છે. $\mathrm{TlCl}_{3}$ એ ઓછું સ્થાયી છે અને તેનો સ્વભાવ સહસંયોજક છે. જ્યારે $\mathrm{TlCl}$ વધાર સ્થાયી છે અને આયોનિક સ્વભાવ ધરાવે છે.

$(B)$ $d$-કક્ષકોની ગેરહાજરીને કારણે $\mathrm{Al}$ એ નિષ્ક્રિય યુગ્મ અસર દર્શાવતું નથી. આથી તેની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થા +3 છે. આથી $\mathrm{AlCl}_{3}$ એ $\mathrm{AlCl}$ કરતાં વધારે સ્થાયી છે. આ ગુણધર્મ ઘન અથવા વાયુ એમ બંને અવસ્થામાં જોવા મળે છે. $\mathrm{AlCl}_{3}$ સહસંયોજક છે. પણ પાણીમાં તેનું આયનીકરણ થઈ $\mathrm{Al}^{+3}$ અને $\mathrm{Cl}^{-}$આયન છૂટા પડે છે.

$(C)$ નિષ્ક્રિય યુગ્મ અસરને કારણો ઈન્ડિયમ $+1$ અને $+3$ બંને ઑક્સિડેન અવસ્થા ધરાવે છે. પણા બંનેમાં $+1$ કરતાં $+3$ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે. બીજા શબ્દોમાં $\mathrm{InCl}_{3}$ એ $\mathrm{InCl}$ કરતાં વધારે સ્થાયી છે.

$3 \operatorname{InCl} \rightarrow 2 \operatorname{In}_{(s)}+\operatorname{In}_{(a q)}^{3+}+3 \mathrm{Cl}_{(a q)}^{-}$

Similar Questions

જ્યારે $BCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે. ત્યારે $[B(OH)_4]^-$ બને છે. જ્યારે $AlCl_3$ પાણી સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $[Al(H_2O)_6]^{3+}$ આયન બને છે. આ બંને આયનમાં $B$ અને $Al$ માં થતું સંકરણ સમજાવો. 

સમૂહ $-13$ નાં તત્ત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો ચઢતો ક્રમ લખો.

નીચે પૈકી કઈ પ્રવાહીકૃત ધાતુ જે ઘનીકરણ પર વિસ્તરે છે.

  • [AIIMS 2016]

ડાયબોરેન અને બોરિક એસિડના બંધારણો સમજાવો. 

નીચે બે વિધાનો આપેલા છે -

વિધા $I$ : સમૂહ $13$ માં, સમૂહ માં જેમ જેમ નીચે જઈએ તેમ $+1$ ઓક્સિડેશન અવસ્થા ની સ્થિરતા વધે છે.

વિધાન $II$ : ગેલિયમ નું પરમાણ્વીય કદ એલ્યુમિનિયમ કરતાં ખુબ જ વધારે (મોટું) હોય છે.

ઉપરના વિધાનોના સંદર્ભ, નીચે આપેલા વિક્લ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]