આકૃતિમાં દર્શાવ્યા અનુસાર દરેકે $A$ મૂલ્ય ધરાવતા ત્રણ સદિશો $\overrightarrow{O P,} \ \overrightarrow{O Q}$ અને $\overrightarrow{O R}$ અસરકર્તા છે. ત્રણ સદિશોનો પરિણામી $\mathrm{A} \sqrt{x}$ છે. $x$ નું મૂલ્ય. . . . . . થશે.
$5$
$4$
$2$
$3$
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
જો $ \overrightarrow A ,\,\overrightarrow B $ and $ \overrightarrow C $ ના મૂલ્ય $12, 5$ અને $13$ હોય અને $ \overrightarrow A + \overrightarrow B = \overrightarrow C $ , તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
નીચે દર્શાવેલ અસમતાઓ ભૌમિતિક કે અન્ય કોઈ રીતે સાબિત કરો :
$(a)$ $\quad| a + b | \leq| a |+| b |$
$(b)$ $\quad| a + b | \geq| a |-| b |$
$(c)$ $\quad| a - b | \leq| a |+| b |$
$(d)$ $\quad| a - b | \geq| a |-| b |$
તેમાં સમતાનું ચિહ્ન ક્યારે લાગુ પડે છે ?
ત્રણ છોકરીઓ $200\, m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર રિંગમાં બરફની સપાટી પર સ્કેટિંગ કરી રહી છે તે સપાટીની કિનારી પર બિંદુ $P$ થી સ્કેટિંગ શરૂ કરે છે તથા $P$ ના વ્યાસાંત બિંદુ $Q$ પર જુદા જુદા પથો પર થઈનેઆકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે પહોંચે છે. દરેક છોકરીના સ્થાનાંતર સદિશનું માન કેટલું છે ? કઈ છોકરી માટે તેનું માન તેની મૂળ સ્કેટની પથલંબાઈ જેટલું થશે?
બે સદિશોનું સમાન મૂલ્ય $5$ એકમ છે અને તેમના વચ્ચેનો ખૂણો $60^0$ છે. તે સદિશના પરિણામી સદિશનું મૂલ્ય....... અને તેનો એક સદિશમાંથી રચાતા ખૂણાનું મૂલ્ય ..... મળે.