$0.5\,c{m^2}$ આડછેદ ધરાવતા લોખંડના તારની લંબાઇ બમણી કરવા માટે તેના પર કેટલું બળ લગાવવું પડે? $(Y = {10^{12}}\,dyne/c{m^2})$
$1.0 \times {10^{ - 7}}N$
$1.0 \times {10^7}N$
$0.5 \times {10^{ - 7}}N$
$0.5 \times {10^{12}}$dyne
નીચે આપેલ વિધાનો કાળજીપૂર્વક વાંચી કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે જણાવો :
$(a)$ રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે.
$(b)$ ગૂંચળાનું ખેંચાણ (લંબાઈ વધારો) તેના આકાર મૉડ્યુલસ પરથી નક્કી થાય છે.
$2.0\, m$ લંબાઈના ત્રણ તાર વડે $15\, kg$ દળના દઢ સળિયાને સમાન રીતે લટકાવેલ છે. ત્રણ પૈકી છેડાના બે તાર તાંબાના અને વચ્ચેનો તાર લોખંડનો છે. જો ત્રણેય તાર સમાન તણાવ અનુભવતા હોય, તો તેમના વ્યાસના ગુણોત્તર શોધો.
એક તાર (યંગ મોડ્યુલસ $2 \times 10^{11}\, Nm^{-2}$) પર $5 \times 10^7\,Nm^{-2}$ જેટલું પ્રતન પ્રતિબળ લગાવવામાં આવે છે.જો સંપૂર્ણ તારના કદમાં $0.02\%,$ નો ફેરફાર થતો હોય તો તેની ત્રિજ્યા થતો આંશિક ઘટાડો કેટલો હશે?
સમાન દ્રવ્ય અને સમાન લંબાઈ ધરાવતા બે તારમાં બીજા તારનો વ્યાસ પહેલા તારના વ્યાસ કરતાં બમણો છે.બંનેમાં સમાન વજન જોડવામાં આવે તો તેમની લંબાઈમાં થતાં વધારાનો ગુણોત્તર કેટલો થાય?
$1\, m$ લંબાઇ અને $1.0 \times {10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇ $0.2\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય $0.4\, J$ છે,તો તારનો યંગ મોડયુલસ કેટલો હોવો જોઈએ?