જો ગણ $\{1, 2,3, 4, 5, 6, 7, 8\}$ માંથી એક પછી એક એમ પુનરાવર્તન સિવાય બે સંખ્યા પસંદ કરવામા આવે તો બન્ને સંખ્યાઓ $5$ કરતા નાની હોય તેની સંભાવના મેળવો.
$\frac {3}{14}$
$\frac {11}{14}$
$\frac {5}{14}$
$\frac {9}{14}$
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
જો $7$ પાસાઓને એક સાથે ફેંકવામા આવે તો બધા પાસાની ઉપરની બાજુએ છ આવે તેની સંભાવના મેળવો.
એક $65$ વર્ષના પતિ $85$ વર્ષના થાય ત્યા સુધી તેની વિરુધ્ધની સંભાવના $5 : 2$ અને $58$ વર્ષના પત્ની $78$ વર્ષના થાય ત્યા સુધી તેની વિરુધ્ધની સંભાવના $4 : 3$ છે.જો બન્નેમાંથી કોઇ એક $20$ વર્ષ જીવે તેની સંભાવના $'k'$ થાય તો $'49k'$ ની કિમત મેળવો .
ફક્ત અંકો $1$ અને $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$
એક બેગમા ભિન્ન $5$ લાલ, $4$ લીલા અને $3$ કાળા રંગના દડા છે જો એક પછી એક એમ પુનરાવર્તન સિવાય દડા પસંદ કરવામા આવે તો ચોથી વખત લાલ રંગનો દડો આવે તેની સંભાવના મેળવો