બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી $2a$ અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે $\frac{a}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?
$4$
$2$
$8$
$10$
હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમમાં કેટલા અંતરે મૂકવાથી તેમના પર લાગતું બળ સમાન થાય?
કુલંબના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો.
$q_1$ બિંદુવત વિદ્યુતભાર $q_2$ વિદ્યુતભાર પર $F$ બળ લાગુ પાડે છે. જો બીજો એક વિદ્યુતભાર $q_3$ ને $q_2$ વિદ્યુતભારની એકદમ નજીક મૂકવામાં આવે તો $q_1$ વિદ્યુતભાર દ્વારા $q_2$ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ?
આપેલ આકૃતિમાં $10\ cm$ ની બાજુઓ વાળા સમબાજુ ત્રિકોણની ખૂણાઓ ત્રણ બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. $B$ આગળના વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ .....હશે.
ઉગમ બિંદુથી $x-$ અક્ષ પર ત્રણ વિદ્યુતભારો $+Q, q$ અને $+Q $ અનુક્રમે $0,\frac d2$ અને $d$ આગળ મુકેલ છે. જો $x=0$ આગળ મુકેલ $+Q$ દ્વારા અનુભવાતું કુલ બળ શૂન્ય હોય તો $q$ નું મૂલ્ય કેટલું હશે.