સમાન કેપેસિટન્સ $C$ ધરાવતાં કેપેસિટરને $V_1$ અને $V_2$ વોલ્ટેજથી ચાર્જ કરીને સમાંતરમાં જોડતાં તે કેટલી ઊર્જા ગુમાવશે?
$\frac{1}{4}C(V_1^2 - V_2^2)$
$\frac{1}{4}C(V_1^2 + V_2^2)$
$\frac{1}{4}C{\left( {{V_1} - {V_2}} \right)^2}$
$\frac{1}{4}C{\left( {{V_1} + {V_2}} \right)^2}$
વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
એકમ કદ દીઠ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
$\mathrm{C}_{1}$ અને $\mathrm{C}_{2}$ કેપેસીટરને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસીટન્સ $10\; \mu \mathrm{F}$ મળે છે.જ્યારે તેને અલગ અલગ $1\; \mathrm{V}$ ની બેટરી સાથે જોડવામાં આવે ત્યારે $\mathrm{C}_{2}$ માં સંગ્રહાતી ઉર્જા $\mathrm{C}_{1}$ માં સંગ્રહાતી ઉર્જા કરતાં $4$ ગણી હોય છે જો આ બંને કેપેસીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય?
$(a)$ $900 \;p\,F$ ના એક કેપેસીટરને $100 \,v$ ની બૅટરી વડે વિદ્યુતભારિત કરાય છે [ આકૃતિ $(a)$ ]. કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા કેપેસીટર વડે સંગ્રહ પામશે ? $(b)$ કેપેસીટરનું બૅટરીથી જોડાણ દૂર કરી બીજા $900 \;p\,F$ ના વિદ્યુતભાર વિહિન કેપેસીટર સાથે જોડવામાં આવે છે ( આકૃતિ $(b)$ ]. હવે આ તંત્ર વડે કેટલી સ્થિતવિદ્યુત ઊર્જા સંગ્રહ પામશે ?
$C$ કેપેસિટન્સવાળા એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડી $V$ સ્થિતિમાને વિદ્યુતભારિત કરવામાં આવે છે. બીજા $2C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને બીજી બેટરી સાથે જોડી $2V$ સ્થિતિમાને વિદ્યુતભારીત કરવામાં આવે છે. આ બેટરીઓને દૂર કર્યા બાદ અને કેપેસિટરોને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકની ધન પ્લેટ બીજાની ઋણ પ્લેટ સાથે જોડેલી હોય, તો તંત્રની અંતિમ ઉર્જા ગણો.