$2 \;F$ સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ સંધારકને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંધારકમાં સંગ્રહિત ઊર્જા $E_1$ છે. આ સંધારક બીજા સમાન અવિદ્યુતભારિત સંધારક સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. આ સંયોજનમાં સંગ્રહિત ઊર્જા $E_2$ છે. ગુણોત્તર $E _2 / E _1$ ........ થશે.
$2: 1$
$1: 2$
$1: 4$
$2: 3$
બે એક સરખા કેપેસીટર સમાન કેપેસીટન્સ (સંધારકતા) ધરાવે છે. તેમાનાં એકને $V$ સ્થિતિમાન વડે અને બીજાને $2 V$ સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે. બંનેના ઋણ છેડાને જોડેલા છે જયારે તેમના ધન છેડાઓને પણ જોડવામાં આવે ત્યારે સંયુક્ત તંત્રની ઊર્જામાં થતો ઘટાડો______છે.
બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે.
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કળ $S$ ને સ્થિતિ $A$ થી સ્થિતિ $B$ માં ફેરવ્યા બાદ કેપેસિટર $C$ અને કુલ વિદ્યુત ભાર $Q$ ના પદોમાં આ પરિપથમાં કેટલી ઊર્જાનો વ્યય થશે?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?
સમાંતર પ્લેટ કેપેસીટન્સમાં પ્લેટને અલગ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો.