ચુંબકના કેન્દ્રથી $x$ અને $2x$ અંતરે અક્ષ પર ચુંબકીયક્ષેત્રનો ગુણોતર ....
બરાબર $4 : 1$
લગભગ $4 : 1$
લગભગ $8 : 1$
લગભગ $1 : 1$
આકૃતિમાં દર્શાવેલ ચુંબકીય ક્ષેત્રરેખાઓ (આકૃતિમાં દર્શાવેલ ઘટ્ટ રેખાઓ)ની અમુક આકૃતિઓ ખોટી છે. તેમાં શું ખોટું છે તે દર્શાવો. આમાંથી કેટલીક સાચી સ્થિતવિદ્યુત ક્ષેત્રરેખાઓ પણ દર્શાવે છે. તે કઇ છે તે દર્શાવો.
પરિમિત લંબાઈના સોલેનોઇડની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો.
એક નાના ગજિયાચુંબકની મેગ્નેટીક મોમેન્ટ $0.48\; J \;T ^{-1}$ છે. ચુંબકના કેન્દ્રથી $10 \,cm$ અંતરે
$(a)$ ચુંબકની અક્ષ પર,
$(b)$ તેની વિષુવરેખા (લંબ દ્વિભાજક) પર, ચુંબક વડે ઉત્પન્ન થયેલા ચુંબકીયક્ષેત્રની દિશા અને મૂલ્ય શોધો.
નાના ગજિયા ચુંબકને કાચ પર રાખી, કાચ પર લોખંડની ભૂકી ભભરાવતાં શું થાય છે ? તે જણાવો ?
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.